34 C
Ahmedabad
May 11, 2026
GujaratPolitics

૬૬ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો!

રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ

અત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહનો કાર્યકાળ ૨૧ જૂને પૂરો થઈ રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ મે ૨૦૨૬ — ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો જીતી શકી હતી. ત્યારબાદ પણ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હવે માત્ર ૧૨ રહી ગઈ છે. જેની અસર આગામી રાજ્યસભા ચૂંટણીમાં જોવા મળશે. રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીની છેલ્લી બચેલી હાજરી પણ હવે ખતમ થવાને આરે છે. વર્તમાન સમીકરણો પર નજર કરીએ તો, આગામી રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા બાદ ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં રહેશે નહીં. આવું લગભગ ૬૬ વર્ષ બાદ થવા જઈ રહ્યું છે.

અત્યારે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ ૨૧ જૂને પૂરો થઈ રહ્યો છે. તેની સાથે જ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસની છેલ્લી બેઠક પણ ખાલી થઈ જશે. વર્તમાન વિધાનસભાના ગણિતને જોતા પાર્ટી માટે નવી બેઠક જીતવી લગભગ અશક્ય છે. વાસ્તવમાં કોંગ્રેસ પાસે હવે રાજ્યમાં માત્ર ૧૨ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે એક પણ બેઠક જીતવી મુશ્કેલ છે. ભાજપ પાસે અત્યારે ૧૬૨ ધારાસભ્યો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકો જીતવા માટે અંદાજે ૧૪૪ મતોની જરૂર પડશે અને ભાજપ આ આંકડો આરામથી પાર કરી શકે છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે ૧૬૦થી વધુ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોની સંખ્યા ચૂંટણી પરિણામો પર કોઈ ખાસ અસર પાડતી દેખાતી નથી.
જે ચાર બેઠકો પર ચૂંટણી થવાની છે તેમાં ભાજપના સાંસદ નરહરિ અમીન, રામ મોકરિયા અને રમીલાબેન બારાની બેઠકો સામેલ છે. ચોથી બેઠક કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની છે. આ તમામ સાંસદોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારબાદ આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મે-જૂનમાં દેશભરના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ૨૬ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

Related posts

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ

Police-Story

ભાજપ નેતાને ટોળાએ દોડાવી-દોડાવીને માર્યા

Police-Story

નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત

Police-Story

Leave a Comment