33 C
Ahmedabad
October 2, 2026
Gujarat

૧૨મી મે સુધી યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

Spread the love

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ જણાવ્યું

જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૭ મે ૨૦૨૬ — ગુજરાતમાં ચોમાસા પહેલાં જ મે મહિનામાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને ઉનાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પાંચ સિસ્ટમ અસર કરી રહી છે. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદી ગતિવિધિને મદદ કરી રહ્યા છે. આગામી ૪૮ કલાક બાદ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં વરસાદ અને હીટવેવની આગાહી આપી છે.

અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે હતું; સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી ઉપર હતું; બાકીના પ્રદેશમાં સામાન્ય હતું. ગુજરાતમાં બુધવારે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૨.૯ ડિગ્રી સે. નોંધાયું હતું.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, આજે ૮મી તારીખના રોજ જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, નવમી તારીખે કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ૧૦મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.

૧૧મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. ૧૨મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. ૧૩મી તારીખે બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Related posts

પાલડી કન્ટ્રોલ રૂમના મેસેજ બાદ ફાયર બ્રિગેડે ધાબે ફસાયેલા ૧૧ને બચાવ્યા

Police-Story

પુત્રએ વૃદ્ધ પિતાની છરીના ઘા મારી હત્યા કરી

Police-Story

૧૫મી ગુજરાત વિધાનસભાની ૧૯ સમિતિની જાહેરાત થઈ

Police-Story

Leave a Comment