29 C
Ahmedabad
May 11, 2026
National

આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ

માંગમાં ૫૦% થી વધુનો ઉછાળો પેનિક બાયિંગ મુખ્ય કારણ

૪૦૦ પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરાવતી, તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ — આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવા લાગી છે. રાજ્યના ૪૫૧૦ પેટ્રોલ પંપોમાંથી અંદાજે ૪૨૧ પંપો સ્ટોકના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

રાજ્યમાં ઇંધણની કટોકટી વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
મુંબઈથી અમરાવતી પરત ફરતા પહેલા જ તેમણે મુખ્ય સચિવ સાઈ પ્રસાદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઝ્રસ્ એ જિલ્લા કલેક્ટરો અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને ખાસ કરીને એક્વાકલ્ચર સેક્ટરમાં ઇંધણની સપ્લાય ખોરવાય નહીં તે માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવા સૂચના આપી છે.
અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સપ્લાયમાં અડચણોની અફવાને કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે. રોજના આશરે ૬૩૩૦ કિલોલીટર પેટ્રોલ અને ૯૦૪૮ કિલોલીટર ડીઝલનું વેચાણ થાય છે. શનિવારે જ ૧૦,૩૪૫ કિલોલીટર પેટ્રોલ અને ૧૪,૧૫૬ કિલોલીટર ડીઝલનું વેચાણ થયું હતું. આમ, માંગમાં ૫૦% થી વધુનો અચાનક ઉછાળો આવતા પેટ્રોલ પંપ પરનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે. સપ્લાયમાં ૧૦% નો વધારો કરવામાં આવ્યો હોવા છતાં, પેનિક બાયિંગને કારણે લાંબી કતારો જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ ગોપાલ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ઓઈલ કંપનીઓ હાલમાં દર બે દિવસે એકવાર સ્ટોક રિફિલ કરી રહી છે, જે પૂરતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લીટર ૩૦ થી ૪૦ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જે સપ્લાય ચેઈનને અસર કરી રહ્યું છે. જો પુરવઠો સામાન્ય નહીં થાય તો સોમવાર સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અને હોર્મુઝની સ્ટ્રેટના વિવાદ વચ્ચે પણ ભારત સરકાર ૧૦૦% સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને લોકોએ બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બાયિંગ ટાળવું જોઈએ. હાલમાં આંધ્રપ્રદેશ સરકાર ઓઈલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવાર સુધીમાં સપ્લાય ચેઈન ફરી પાટા પર આવી જશે.

Related posts

TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો અંત

Police-Story

૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે

Police-Story

Tech shares buoy Japan’s Nikkei, unfazed by clouds over PM Abe

Police-Story

Leave a Comment