29 C
Ahmedabad
May 11, 2026
National

૨૦૨૬ દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે

સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી

ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં ભયાનક દુષ્કાળની સ્થિતિ છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ અને પૂરનો પ્રકોપનો સામનો કરવો પડે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ મે ૨૦૨૬ — વિશ્વના જાણીતા હવામાન વૈજ્ઞાનિક ડૉ. જેમ્સ હાનસેને એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, વર્ષ ૨૦૨૬ પૃથ્વીના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. વધતી જતી ગ્લોબલ વોર્મિંગ અને શક્તિશાળી સુપર અલ-નીનોનું મિશ્રણ વર્ષ ૨૦૨૪ના ગરમીના તમામ રેકોર્ડને પણ પાછળ છોડી દેશે તેવી આશંકા છે.આપણે સૌ જાણીએ છીએ કે, ૨૦૨૪ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર કરતા પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. જોકે, ૨૦૨૫માં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, ૨૦૨૬માં સ્થિતિ વધુ ગંભીર બનશે. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાનસેને જણાવ્યું છે કે, આ માત્ર એક અનુમાન નથી, પરંતુ ગાણિતિક મોડલ્સ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત ગંભીર ચેતવણી છે.અલ-નીનો એ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એક કુદરતી ઘટના છે. સામાન્ય રીતે દક્ષિણ અમેરિકા પાસેના દરિયાનું પાણી ઠંડું હોય છે, પરંતુ અલ-નીનો દરમિયાન આ પાણી ગરમ થવા લાગે છે. જ્યારે આ ગરમી સામાન્ય કરતા ઘણી વધી જાય, ત્યારે તેને સુપર અલ-નીનો કહેવામાં આવે છે. આના કારણે પૃથ્વીની હવાનું વહેણ બદલાય છે. જેની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે. વૈજ્ઞાનિકોના મતે ૨૦૨૫ના બીજા ભાગમાં અલ-નીનો શરૂ થશે, જેની વિનાશક અસર ૨૦૨૬માં પૂર્ણરૂપે જોવા મળશે.જેમ્સ હાનસેને જ વૈજ્ઞાનિક છે જેમણે ૧૯૮૮માં પહેલીવાર અમેરિકી કોંગ્રેસને ચેતવણી આપી હતી કે, માનવીય પ્રવૃત્તિઓને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. તેમની નવી રિપોર્ટ મુજબ માર્ચ ૨૦૨૬ સુધીમાં મહાસાગરના ઉપરના ૩૦૦ મીટર પાણીનું તાપમાન સામાન્ય કરતા ૧ ડિગ્રી વધુ હતું, જે એપ્રિલ સુધીમાં ૧.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વર્ષ ૨૦૨૬નું તાપમાન ૨૦૨૪ કરતા પણ ૦.૦૬ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. આ આગાહી મુજબ, ૨૦૨૬ બાદ ૨૦૨૭નું વર્ષ કદાચ આનાથી પણ વધુ ગરમ હોઈ શકે છે.ગ્લોબલ વોર્મિંગ એ માનવસર્જિત સમસ્યા છે. કોલસો, પેટ્રોલ અને ગેસના વપરાશથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ (ર્ઝ્રં૨)નું પ્રમાણ વધ્યું છે. જે ગરમીને પૃથ્વીની બહાર જવા દેતું નથી. જ્યારે કુદરતી અલ-નીનો આ ગ્લોબલ વોર્મિંગ સાથે મળે છે, ત્યારે તે ‘બળતામાં ઘી’ હોમવાનું કામ કરે છે. હાનસેનના મતે, વાયુ પ્રદૂષણ (એરોસોલ) ઘટવાને કારણે પણ ગરમી વધી છે, કારણ કે પ્રદૂષણ અત્યાર સુધી સૂર્યના કિરણોને પરાવર્તિત કરી ઢાલ તરીકે કામ કરતું હતું.ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે આ સ્થિતિ અત્યંત પડકારજનક રહેશે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં તાપમાન ૪૫ થી ૫૦ ડિગ્રીને પાર કરી શકે છે. અલ-નીનોને કારણે ભારતમાં વરસાદ ઓછો પડવાની અથવા વિલંબ થવાની શક્યતા રહે છે, જેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડશે. ગરમીને કારણે જળાશયો સુકાઈ જશે અને પીવાના પાણીની સમસ્યા વિકટ બનશે.ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં ભયાનક દુષ્કાળની સ્થિતિ છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ અને પૂરનો પ્રકોપનો સામનો કરવો પડે છે. આર્કટિકમાં બરફ પીગળવાની ગતિ તેજ થશે, જેનાથી દરિયાઈ સ્તર વધશે. વાવાઝોડામાં ગરમ સમુદ્રને કારણે દરિયાઈ તોફાનો વધુ શક્તિશાળી અને વિનાશક બનશે.વૈજ્ઞાનિકોની આ ચેતવણી આપણને સુધરવાની છેલ્લી તક આપી રહી છે.

Related posts

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’

Police-Story

European shares edge down as focus turns to U.S. jobs

Police-Story

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે

Police-Story

Leave a Comment