34 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી

Spread the love

‘આપ’ છોડી ભાજપમાં ગયેલા

પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ મે ૨૦૨૬ — આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત સંદીપ પાઠકના નિવાસ્થાને પણ પહોંચી હતી.આ દરમિયાન, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક દિલ્હી સ્થિત પોતાના ઘરેથી ગાડીમાં બેસીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પંજાબ સરકારના આ પગલા બાદ હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલામાં ભાજપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકના નિવાસ્થાને જઈને દરોડા પાડવાનો પ્રયાસ કર્યો. અમે પંજાબ સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ છે કે તમારી પોલીસ ડ્રગ માફિયાઓને પકડી શકતી નથી, જ્યાં પવિત્ર હરમંદિર સાહિબના ગેટ પર પણ ગોળીબાર થાય છે અને પોલીસ અધિકારીઓની ઓફિસ પર હુમલા થાય છે, ત્યાં નિયંત્રણ લાવવાને બદલે જે રીતે પાઠકજીના ઘરે પંજાબ પોલીસે દરોડા પાડ્યા છે તે અત્યંત નિંદનીય છે.

Related posts

ગદ્દાર કહેનારાઓ પર ભજ્જી ભડક્યો, AAP પર લગાવ્યો મોટો આરોપ

Police-Story

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ

Police-Story

યુપીમાં યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો

Police-Story

Leave a Comment