29 C
Ahmedabad
May 11, 2026
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પહેલા ભાજપની મોટી કાર્યવાહી

મહેસાણામાં ૫ આગેવાનો સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ એક્શનમાં આવ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા,તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું અને હવે ઉમેદવારો રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મહેસાણા ભાજપના ૫ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ એક્શનમાં આવ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મહેસાણા ભાજપના ૫ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશ રાજગોરે આ આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપના ૫ સભ્યોને પ્રાથમિક તેમજ સક્રિય સભ્ય પદેથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપે જે આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે, તેમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ એમ.પટેલ (ખેરવા), એપીએમસી ઉનાવાના ડિરેક્ટર સુરેશ ડી પટેલ, ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે પટેલ અને કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરનાર સક્રિય સભ્ય કલ્પેશ કે પટેલનો સમાવેશ થાય છે. પાર્ટી વિરુદ્ધમાં ગેરશિસ્ત કરવા બદલ ભાજપે ગંભીર નોંધ લેતાં આ કાર્યવાહી કરી છે.

Related posts

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’

Police-Story

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા

Police-Story

Nikkei gains after 4-day losing run, exporter shares bounce

Police-Story

Leave a Comment