29 C
Ahmedabad
May 11, 2026
NationalPolitics

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો માસ્ટરપ્લાન તૈયાર

રાઘવ ચઢ્ઢાની વધી જશે મુશ્કેલીઓ!

આ બેઠકમાં બળવો કરનારનું સાંસદ પદ રદ કરાવવા માટે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ એપ્રિલ ૨૦૨૬ — આમ આદમી પાર્ટી (AAP) અત્યારે મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં ૨/૩ જેટલા રાજ્યસભાના સાંસદોએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો દાવો કર્યા બાદ દિલ્હીથી લઈને રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. આ કટોકટીનો સામનો કરવા માટે શુક્રવારે (૨૪ એપ્રિલ) મોડી રાત્રે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે અડધો કલાક લાંબી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં બળવો કરનાર રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિતના નેતાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમનું સાંસદ પદ રદ કરાવવા માટે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાજકોટ મ્યુનિસિપલ ચૂંટણીના પ્રચારમાંથી શુક્રવારે મોડી રાત્રે દિલ્હી પરત ફરેલા મનીષ સિસોદિયા સીધા જ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ૩૦ મિનિટથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં પાર્ટીમાં પડેલા મોટા ભંગાણ, તેની આવનારા સમયમાં પાર્ટી પર પડનારી સંભવિત અસર અને હવે આગળ શું કરવું તેની ભવિષ્યની રણનીતિને લઈને ગહન મંથન કરવામાં આવ્યું હતું.
કેજરીવાલ અને સિસોદિયાએ બળવાખોર સાંસદોની મુશ્કેલીઓ વધારવા માટે કમર કસી છે. પાર્ટી હવે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને આ નેતાઓ સામે પગલાં લેવા રજૂઆત કરશે. છછઁ ના રાજ્યસભાના ચીફ વ્હિપ એનડી ગુપ્તા દ્વારા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહીની માંગ કરતો પત્ર સોંપવામાં આવશે. નોંધનીય છે કે આ ૩ નેતાઓ ખુલ્લેઆમ ભાજપની છાવણીમાં જોડાઈ ગયા છે, જ્યારે અન્ય ૪ નેતાઓએ હજુ સુધી જાહેરમાં આવું કર્યું નથી, તેથી હાલ પૂરતી આ ૩ નેતાઓ સામે જ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવશે.

આ મામલે AAP ના વરિષ્ઠ નેતા સંજય સિંહે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને બંધારણની ૧૦મી અનુસૂચિનો હવાલો આપશે અને આ સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરશે. બંધારણની ૧૦મી અનુસૂચિમાં પક્ષપલટાના આધારે સાંસદોને ગેરલાયક ઠેરવવાની સ્પષ્ટ જોગવાઈઓ છે.

ઉલ્લેખનીય છે કે ૨૪ એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, રાજીન્દર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલે છછઁ નો સાથ છોડીને ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીમાં આ વિવાદ અને આંતરિક નારાજગી છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહી હતી, પરંતુ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ આ મતભેદો સપાટી પર આવ્યા અને આખરે તેણે બળવાનું રૂપ લઈ લીધું હતું.

Related posts

ઐતિહાસિક બહુમતીથી બંગાળમાં દીદી જ જીતશે

Police-Story

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

Police-Story

ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા

Police-Story

Leave a Comment