29 C
Ahmedabad
May 11, 2026
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

PM મોદીએ પાઠવી શુભેચ્છા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સંદેશ પાઠવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે પહેલા કરતા પણ વધુ મજબૂત અને ગાઢ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સંદેશ પાઠવી ભાજપના કાર્યકરો અને જનતાને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, જનાદેશનો આભારઃ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન બદલ હું જનતાનો ઋણી છું.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉત્તમ કામો અને સુશાસનને કારણે જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિને મત આપ્યો છે.

આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્યકરોને જીતનો શ્રેય આપતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકરો જે સતત જનતાની વચ્ચે રહીને સેવા કરે છે, તેમના પરિશ્રમને કારણે જ ભાજપ લોકોની પ્રથમ પસંદ બની છે.

PM મોદીએ ગુજરાતની જનતાને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ભાજપની ટીમ આવનારા સમયમાં વધુ મહેનત કરશે અને ગુજરાતને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

Related posts

નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત

Police-Story

ગાંધીનગરમાં હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય

Police-Story

ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે

Police-Story

Leave a Comment