34.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ગુજરાત સીએમ હાઉસમાં ભાજપની મહત્વીની બેઠક, જાણો ભાજપના નેતાઓ વચ્ચે શું રંધાયું…

Spread the love

ગાંધીનગર

ગુજરાતની રાજધાની ગાંધીનગર (Gandhinagar) સ્થિત મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઇ પટેલના નિવાસસ્થાને (CM Residence) ભારતીય જનતા પાર્ટી (BJP) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠક ખાસ એજન્ડા સાથે યોજાઇ હતી. ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભા માટેના ઉમેદવારો અને પક્ષના ધારાસભ્યો (MLA) વચ્ચે પરિચય અને સંકલન માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સ્થિત યોજાયેલી બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોને ધારાસભ્યો સાથે પરિચિત કરાવવામાં આવ્યા હતા. જોકે તેમાં ખાસ કરીને તમામ નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ ઉમેદવારી પત્ર (Nomination Form) ભરવાની પ્રક્રિયા અને આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન અનેક જવાબદારીઓ પણ સોપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પક્ષના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આગામી સમયમાં આવનારી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના તમામ ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપની વ્યૂહાત્મક તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. જોકે અનેક નેતાઓને તો જવાબદારી નક્કી કરી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આગામી સમયમાં ભાજપની કંઇ દિશામાં વ્યુહાત્મક પગલા લેવાશે તે પરથી સ્પષ્ટ થશે.

 

Related posts

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું

Police-Story

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Police-Story

૭/૧૨ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો

Police-Story