26.6 C
Ahmedabad
October 2, 2026
BusinessGujarat

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ, ૯ શહેરમાં ૨,૯૯૯ કરોડના ૩૨ મોટા પ્રોજેક્ટ્‌સ મંજૂર

Spread the love

ખુલશે રોજગારીની નવી તકો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૩૨ મોટા પ્રોજેક્ટ્‌સ, ટેક્સટાઈલ એકમો અને ચાર ઇન્ડસ્ટ્રિયલ પાર્કને લીલી ઝંડી અપાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭ જુલાઈ ૨૦૨૬ — મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રૂ.૨,૯૯૯ કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે.

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ પ્રોજેક્ટ્‌સને લીલી ઝંડી આપવામાં આવી હતી.

ગુજરાતને સામાજિક-આર્થિક વિકાસની દિવાદાંડી અને વિશ્વના સૌથી આકર્ષક રોકાણ સ્થાનોમાંથી એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના રાજ્યમાં સ્થાપિત થતા પાત્રતા ધરાવતા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. રિફંડ/સહાય આપે છે.

આ નીતિએ અત્યાર સુધીમાં ગુજરાતભરમાં રૂ.૧૪૮,૩૩૬.૩૫ કરોડના રોકાણને આકર્ષિત કર્યું છે અને ૧,૬૫,૦૫૩ સીધી રોજગારીનું સર્જન કર્યું છે. આ રોકાણોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (સ્જીસ્ઈજ)ના વિકાસને પણ ઝડપી બનાવ્યો છે, જેનાથી રાજ્યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે રોકાણ આકર્ષીને અને નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહિત કરીને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવા માટેની સમિતિની બેઠક મળી હતી. આ કમિટીએ રૂ ૧,૯૭૭.૦૪ કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી ૩૨ અરજીઓને મંજૂરી આપી હતી, જેનાથી અંદાજે ૪,૭૩૯ સીધી રોજગારી ઊભી થવાની ધારણા છે.

જિલ્લાવાર મંજૂર થયેલું રોકાણ
• અમદાવાદઃ ઓટોમોબાઈલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે રૂ. ૫૨૮.૪૯ કરોડ
• કચ્છઃ મેટલ સેક્ટરમાં રૂ. ૩૩૨.૭૧ કરોડ
• ગાંધીનગરઃ મેટલ સેક્ટરમાં રૂ. ૩૫.૪૧ કરોડ
• ભરૂચઃ મેટલ સેક્ટરમાં રૂ. ૧૨.૨૬ કરોડ
• મહેસાણાઃ પ્લાસ્ટિક અને મેટલ સેક્ટરમાં રૂ. ૩૦૧.૧૬ કરોડ
• મોરબીઃ સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક સેક્ટરમાં રૂ. ૪૮૦.૧૬ કરોડ
• વડોદરાઃ કેમિકલ સેક્ટરમાં રૂ. ૧૦૨.૯૪ કરોડ
• સાબરકાંઠાઃ સિરામિક સેક્ટરમાં રૂ. ૧૧૦.૪૨ કરોડ
• સુરતઃ ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ સેક્ટરમાં રૂ. ૭૪.૪૯ કરોડ

મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ હતી. સમિતિએ રૂ. ૬૪૯.૨૩ કરોડના રોકાણ ધરાવતા ૧ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે ૮૭૧ સીધી રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે અને સીધી તથા આડકતરી રોજગારીમાં વધારો કરશે.

ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-૨૦૧૯ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટીની ૭મી બેઠક યોજાઈ હતી.

કમિટીએ ૩ ટેક્સટાઈલ એકમો માટે સહાય મંજૂર કરી હતી, જે કુલ મળીને રૂ. ૧૬૫ કરોડનું રોકાણ લાવશે અને અંદાજે ૫૦૦ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરશે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાય મળે છે. સરકારે જણાવ્યું હતું કે, આ ત્રણ એકમોને આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૦ કરોડથી વધુની સહાય મળશે.

આ ઉપરાંત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ રાજ્ય સરકારે ઔદ્યોગિક પાર્ક સહાય યોજના અંતર્ગત ૪ પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્કના વિકાસ માટે આ પ્રોજેક્ટ્‌સમાં કુલ રૂ.૩૭૧.૭૦ કરોડથી વધુનું રોકાણ થશે, જે ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરશે.

આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઇ ગામીત, અધિક મુખ્ય સચિવો જયંતી રવી, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્ચ આઇ.એ.એસ. અધિકારીઓ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદિપ એન્જિનીયર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

Police-Story

કચ્છમાં પાકિસ્તાની જહાજની તપાસ એટીએસએ હાથ ધરી, જાણો શું થયું તપાસમાં …

Police-Story

Inflation is rattling markets — here’s what you should know about consumer prices

Police-Story