26.6 C
Ahmedabad
October 2, 2026
NationalSports

ભારતીય બોક્સર જાદુમણિ સિંહે સિલ્વર મેડલ જીત્યો

Spread the love

૫૦૦ રૂપિયાની ઇનામી રકમથી બદલાઈ

જાદુમણિ સિંહે 55kg વર્ગના ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્લાસગો, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. ગ્લાસગોમાં પ્રીતિ પવાર અને જેસમિનની ગોલ્ડન જીત બાદ બોક્સર જાદુમણિ સિંહ મંદેંગબામે પણ પોતાના પંચનો જાદુ બતાવ્યો છે. જાદુમણિ સિંહે 55kg વર્ગના ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી, પરંતુ ખિતાબી મુકાબલામાં તેમને ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

CWG ૨૦૨૬ માં જાદુમણિ સિંહનું પ્રદર્શનઃ
રાઉન્ડ ઓફ ૩૨ઃ સ્કૉટલેન્ડના એરોન કલનને ૫-૦ થી હરાવ્યા
રાઉન્ડ ઓફ ૧૬ઃ પાકિસ્તાનના સુમામા રહમાનને ૫-૦ થી હરાવ્યા
ક્વૉટર ફાઈનલઃ ઝામ્બિયાના મ્વેંગો મ્વાલેને ૫-૦ થી હરાવ્યા
સેમિફાઈનલઃ નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવ્યા
ફાઈનલઃ ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન સામે પરાજય

જાદુમણિ સિંહ પહેલા 50kg ભારવર્ગમાં રમતા હતા, પરંતુ તેમણે પોતાનું વજન 5kg વધારીને 55kg વર્ગમાં રમવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી, પરંતુ તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે, જો તે આ કેટેગરીમાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો બોક્સિંગ છોડી દેશે. 55kg વર્ગમાં તેમણે અદ્ભુત પ્રદર્શન કરીને ટીકાકારોને જવાબ આપ્યો હતો.

જાદુમણિ પહેલા ફૂટબોલ રમતા હતા, પરંતુ પોતાના કાકાના કહેવાથી તેમણે બોક્સિંગ શરૂ કર્યું. ઇમ્ફાલમાં વર્ષ ૨૦૧૬માં માત્ર ૨૮ કિલોગ્રામ વજન હોવા છતાં તેમણે ૩૬ કિલોગ્રામ વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૂર્વ ભારતીય બોક્સર મેરી કોમ અને એલ. સરિતા દેવી તેમના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને તેમને ૫૦૦-૫૦૦ રૂપિયાનું ઇનામ આપ્યું હતું, ત્યારપછી જાદુમણિએ બોક્સિંગને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી.

Related posts

દેશના હિત અને વ્યાપારી ધોરણોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે

Police-Story

ઓડિશાના ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

Police-Story

PM મોદીએ કિસાન સન્માન નિધિ વધારવાની કરી જાહેરાત

Police-Story