26.6 C
Ahmedabad
October 2, 2026
BusinessGujaratInternationalUncategorized

ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો, જાણો કેટલો ભાવ વધ્યો, કેટલી વખત વધ્યો…

Spread the love

દિલ્હી
ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હોવાનું મનાય છે.દેશભરના લાખો પરિવારોને અસર કરનાર એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ઘરેલુ (LPG Gas Cylinder)એલપીજી ગેસ સિલિન્ડર ના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. તેમાં સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (Oil Marketing Companies) દ્વારા 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ₹29 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવી કિંમતો રવિવારે 7 જૂને અમલમાં આવી ગઈ છે. આ વધારા બાદ દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹913થી વધીને ₹942 થઈ ગઈ છે. મોંઘવારીના કારણે લોકોના ઘરોનું બજેટ ખોરવાઇ જશે તે સ્પષ્ટ છે કેમકે ગેસના કરાણે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થશે.
છેલ્લા 3 મહિનામાં બીજી વખત ભાવ વધ્યા
ગત કેટલાક મહિનાઓથી વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. તેમાં પણ પશ્ચિમ એશિયા (West Asia) વિસ્તારમાં વધેલા સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણ (Fuel)ના ભાવમાં આવેલા વધારાની સીધી અસર LPGના ભાવ પર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 7 માર્ચે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60 નો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ₹29 નો વધારો થતાં 3 મહિનામાં આ બીજી વખત ગ્રાહકો પર ભાવ વધારાનો બોજો આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના ભાવ સુધારા પહેલાં સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓને દરેક ઘરેલુ LPG સિલિન્ડર પર આશરે ₹703 જેટલું નુકસાન થઈ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં LPGની ખરીદી અને સ્થાનિક વેચાણ વચ્ચેના ભાવ તફાવતને કારણે કંપનીઓ પર નાણાકીય દબાણ સતત વધી રહ્યું હતું. તેથી ભાવમાં આ વધારો અનિવાર્ય માનવામાં આવી રહ્યો છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આસમાને પહોચ્યા, અનેક વેપારો ઠપ (LPG Gas Cylinder Price Hike)
ઘરેલુ LPGના ભાવ વધે તે પહેલાં જ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 1 મેના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹993 નો વધારો જાહેર કર્યો હતો, જ્યારે 5 કિલોગ્રામના નાના સિલિન્ડરની કિંમતમાં ₹261 નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જૂનના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડર વધુ ₹42 મોંઘા કરવામાં આવ્યા હતા. આ સતત વધારાથી હૉટલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓ પર પણ વધારાનો ખર્ચનો બોજો પડ્યો છે. જેમાં અનેક નાના મોટા વેપારો પર માઠી અસર પડી છે અનેક નાના વેપારો તો ઠપ પણ થઇ ગયા હોવાની વેપારીઓમાં ચર્ચા છે. LPGના વધતા ભાવ વચ્ચે ગેસ સિલિન્ડરના પુરવઠા (Supply) અંગે લોકોમાં ચિંતા જોવા મળી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas) એ સ્પષ્ટ કર્યું છે કે,
દેશભરમાં LPGનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. કોઈપણ રિટેલ ગેસ એજન્સી (Retail Gas Agency) દ્વારા ગેસની અછત અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. વધુમાં જણાવ્યું છે કે,ગેસ સિલિન્ડરોનો સંગ્રહ (Hoarding) અને કાળાબજારી (Black Marketing) રોકવા માટે દેશભરમાં સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે.

Related posts

અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર

Police-Story

યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

Police-Story

ચોમાસાની એન્ટ્રી પહેલા રાજ્યમાં પાણી સંકટ ઘેરાયું

Police-Story