26.6 C
Ahmedabad
October 2, 2026
BusinessNational

ઈવીમાં લિથિયમની જગ્યાએ સોડિયમ બેટરીનો ઉપયોગ વધારાશે

Spread the love

ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સસ્તા બનાવવાનો પ્રયાસ

તેમાં એનર્જી ડેન્સિટી ઓછી હોવાથી શરૂઆતના સ્ટેજમાં ટુ-વ્હીલર્સ અને એન્ટ્રી લેવલ કાર્સમાં વપરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજિંગ, તા.૪ ઓગસ્ટ ૨૦૨૬ — ઇલેક્ટ્રિક વ્હીકલ્સની લોકપ્રિયતા દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો વચ્ચે લોકો ઈવી તરફ વળી રહ્યા છે. પરંતુ તેની ઊંચી કિંમત અડચણ બની છે. ઈવીની કુલ કિંમતમાં સૌથી મોટો હિસ્સો બેટરીનો હોય છે ત્યારે, સોડિયમ-આયન બેટરીને આગામી મોટી ટેકનોલોજી તરીકે જોવામાં આવી રહી છે. ચીનની મોટી બેટરી કંપનીઓ અને ઓટોમેકર્સ હવે સોડિયમ-આયન ટેકનોલોજીને માર્કેટમાં લોન્ચ કરવાની છે. કેટલાક ઓટોમેકર્સ આ વર્ષથી જ સોડિયમ બેટરીવાળા વ્હીકલ્સ બજારમાં મૂકવાના છે.હાલમાં મોટાભાગની ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ-આયન બેટરી વપરાય છે. લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવી ધાતુઓ મોંઘી છે. તેમની ઉપલબ્ધતા પણ મર્યાદિત છે. તેના કારણે બેટરીનો ખર્ચ વધે છે. બીજી તરફ સોડિયમ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. તેની કિંમત પણ ઓછી છે. આ કારણસર સોડિયમ-આયન બેટરીનું ઉત્પાદન લાંબા ગાળે સસ્તું પડી શકે છે. સોડિયમ-આયન બેટરી ખૂબ ઠંડા વાતાવરણમાં લિથિયમ-આયન બેટરી કરતાં વધુ સારી કામગીરી કરી શકે છે. તેમાં આગ લાગવાનું જોખમ પણ ઓછું હોય છે.તે સલામતીની દ્રષ્ટિએ પણ આશાસ્પદ વિકલ્પ ગણાય છે. પરંતુ સૌથી મોટો પડકાર તેની ઓછી એનર્જી ડેન્સિટી છે. સરખી સાઈઝની લિથિયમ બેટરીની સરખામણીએ સોડિયમ-આયન બેટરીમાં ઓછી એનર્જી સંગ્રહિત થઈ શકે છે. તેના કારણે કારની એક ચાર્જમાં ચાલવાની રેન્જ ઓછી થઈ શકે છે. તેમ છતાં રિસર્ચ ઝડપથી આગળ વધી છે. આ બેટરી એન્ટ્રી લેવલ ઈવીમાં ઉપયોગમાં લેવાઈ શકે છે.

Related posts

ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે ખરીદ કિંમતમાં કર્યો વધારો

Police-Story

Avoid this audaciously simple, yet effective, scam on Venmo

Police-Story

ભાજપ ૫૦૦-૭૦૦ મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો

Police-Story