34.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

Spread the love

ટોળકીના પાંચ આરોપી ઝડપાયા

નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે ૨૯૦ જેટલા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વેરાવળ, તા.૧૩ જૂન ૨૦૨૬ — ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેથી આશરે ૩૧૦ કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત NCCRP અને સમન્વય પોર્ટલની મદદથી ઓનલાઈન ઠગાઈ માટે પોતાના બેંક ખાતા ભાડે આપતી ટોળકીને ઝડપી પાડી છે.જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે અલગ-અલગ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી વધુ ૪ આરોપીઓ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) નો સમાવેશ થાય છે.પોલીસ તપાસ દરમિયાન બે ચોક્કસ બેંક ખાતાઓ પર શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ ખાતાધારકો માત્ર કમિશન મેળવવાની લાલચે સાયબર ઠગોને પોતાના ખાતા વાપરવા આપતા હતા.આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના ખાતાઓ મુખ્ય કેન્દ્ર સાબિત થયા છે. બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં NCCRP પોર્ટલ પર ૧૯૩ ફરિયાદો લિંક થયેલી હતી, જેમાં ૨૮૨ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં ૯૭ ફરિયાદો સાથે ૩૭ કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ બે જ ખાતાઓ મારફતે કુલ ૩૧૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હતી.પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે ૨૯૦ જેટલા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોકાણના નામે ઊંચા વળતરની લાલચ, વિવિધ ઓનલાઈન ટાસ્ક અને અન્ય સાયબર કરતૂતો કરીને મેળવેલી કરોડોની રકમ આ ભાડે રાખેલા મ્યુલ એકાઉન્ટ્‌સમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

Related posts

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેરઃ ૧૫ જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે

Police-Story

ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ

Police-Story

Tech shares buoy Japan’s Nikkei, unfazed by clouds over PM Abe

Police-Story