33 C
Ahmedabad
October 3, 2026
International

ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી ૧,૦૦૦ લોકોના મોત થયા

Spread the love

યુરોપમાં ગરમીનો મહાપ્રકોપ

મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે : ૨૦ જૂનથી શરૂ થયેલો આ હીટવેવ યુરોપનો સૌથી ખરાબ હીટવેવ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સ, તા.૨૮ જૂન ૨૦૨૬ — યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં ૧,૦૦૦થી વધુ લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય સંસ્થાઓના મતે આ આંકડો વધારે હોવાની પણ શક્યતાઓ છે. મૃત્યુઆંકની પ્રાથમિક ગણતરીની વિગતો આપતા, સેન્ટી પબ્લિકે (Sante Publique) જણાવ્યું હતું કે, મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે. રહેણાંક સંભાળ કેન્દ્રો (Residential Care) અને ઘરોમાં થયેલા મોત વિશે વધુ માહિતી ઉપલબ્ધ થતાં મૃત્યુદરમાં હજુ વધારો થવાની પણ આશંકા છે. આ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, વીજ ઉત્પાદનને ખોરવી નાખ્યું છે, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ૨૦ જૂનથી શરૂ થયેલો આ હીટવેવ યુરોપમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ હીટવેવ છે, જ્યાં વૈશ્વિક સરેરાશ કરતા વધુ ઝડપે આબોહવા બદલાઈ રહી છે.

આ હીટવેવ હવે પૂર્વ તરફ આગળ વધી રહ્યો છે. જો કે ફ્રાન્સની હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, દેશના મોટાભાગના ભાગોમાં અતિશય ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો હજુ પણ હીટવેવની એડવાઇઝરી હેઠળ છે. આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટાએ લા ટ્રિબ્યુન અખબારને જણાવ્યું હતું કે, હવામાન સામાન્ય થયા પછી પણ, આગામી ૧૦ દિવસ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે. ગરમીનું આ પ્રકરણ હજી પૂરું થયું નથી. સેન્ટી પબ્લિકે કહ્યું કે, મોટાભાગના મૃત્યુ ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોના થયા છે, જો કે અતિશય ગરમીની આરોગ્ય પરની અસરો તમામ કેટેગરીના લોકો પર જોવા મળી છે.

Related posts

ઈરાન સાથે MoU ફાઇનલ નથી, જો પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

Police-Story

દુનિયાના ઘણા દેશોમાં ફ્યુલ રેશનિંગ લાગુ કરવામાં આવી રહ્યું છે

Police-Story

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

Police-Story