34.2 C
Ahmedabad
October 2, 2026
International

અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે મુંબઈ, હૈદરાબાદમાં ૯.૫ મહિનાનું વેઈટિંગ

Spread the love

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટનો રિપોર્ટ

કોલકાતાના વિઝા સેન્ટરમાં એવરેજ વેઈટિંગ ટાઈમ ચાર મહિના : ચેન્નઈમાં ૫.૫ અને દિલ્હીમાં ૭.૫ મહિના

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૯ જૂન ૨૦૨૬ | અમેરિકા પ્રવાસનું આયોજન કરતા ભારતીયો માટે સૌથી મોટો પડકાર ફ્લાઇટ કે હોટલ નહીં, પરંતુ બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા માટે ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ મેળવવાનો બની ગયો છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ વિઝા વેઈટ ટાઈમ્સના ડેટા અનુસાર, ભારતના મોટા ભાગના અમેરિકન કોન્સ્યુલેટ્‌સમાં વિઝા ઈન્ટરવ્યૂ માટે એવરેજ વેઈટિંગ ટાઈમ વધ્યો છે.સૌથી વધુ વેઈટિંગ ટાઈમ હૈદરાબાદ અને મુંબઈમાં જોવા મળી રહ્યો છે. આ કોન્સ્યુલેટ્‌સમાં મ્૧/મ્૨ વિઝા માટે એવરેજ વેઈટિંગ ટાઈમ ૯.૫ મહિના છે.આ બંને સિટીનું નામ વિશ્વના સૌથી વધુ વેઈટિંગ ટાઈમ ધરાવતા વિઝા સેન્ટર્સમાં સામેલ છે. તેમનાથી આગળ ટોરોન્ટો (૨૧ મહિના), ઓટાવા (૧૪ મહિના), વેન્કુવર (૧૨ મહિના) અને બોગોટા (૧૧ મહિના) જેવા સિટીઝ છે.નવી દિલ્હીમાં એવરેજ વેઈટિંગ ૭.૫ મહિના, ચેન્નાઈમાં ૫.૫ મહિના અને કોલકાતામાં ૪ મહિના છે. કોલકાતા એકમાત્ર ભારતીય કોન્સ્યુલેટ છે જ્યાં વેઈટિંગ ટાઈમ અગાઉના ૪.૫ મહિનાથી ઘટીને ૪ મહિના થયો છે. વિઝા નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિઝાની વધતી માંગ, મર્યાદિત ઇન્ટરવ્યૂ સ્લોટ્‌સ અને કોન્સ્યુલર ક્ષમતાને કારણે એપોઇન્ટમેન્ટમાં લાંબી રાહ જોવા મળી રહી છે.સમયાંતરે નવા સ્લોટ્‌સ ખૂલતા હોવાથી અરજદારો પોતાના એકાઉન્ટમાં નિયમિત તપાસ કરતા રહે તો વહેલી તારીખ મળવાની શક્યતા રહે છે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ

Police-Story

ઈરાન બાદ હવે ક્યુબા પર અમેરિકાના હુમલાનો ખતરો!

Police-Story

ઈરાનનો નિર્ણય, આગામી ૩૦ દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી

Police-Story