33 C
Ahmedabad
October 3, 2026
National

આસામ બાદ ઓડિશાના ૨૦ જિલ્લામાં પૂરથી આફત

Spread the love

૧.૮૯ લાખ લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર

ઓડિશામાં મહાનદી અને કાઠજોડી નદીઓમાં પાણીની સતત આવકથી પૂરની સ્થિતિ ગંભીર બની છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભુવનેશ્વર, તા.૩૧ જુલાઈ ૨૦૨૬ — ઓડિશામાં મહાનદી અને તેની પ્રમુખ શાખા નદી કાઠજોડીમાં પાણીની સતત આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંડલી અને નરાજ પાસે પૂરના પાણી ટૂંક સમયમાં જ ભયજનક સપાટી વટાવી જાય તેવી આશંકા છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંડલીમાં ૮.૮૦ લાખ ક્યુસેક પાણી વહી રહ્યું હતું અને જળસ્તર ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ જ નીચે હતું. જ્યારે નરાજમાં ૪.૩૪ લાખ ક્યુસેક અને જોબરા એનિકેટ પરથી ૩.૯૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મહાનદીનું જળસ્તર વધતા બુધવારે મોડી રાત્રે પ્રસિદ્ધ ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે માં ભટ્ટારિકાની મૂર્તિને અસ્થાયી મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત બડંબાના જોડુમ વિસ્તારમાં તટબંધ તૂટવાથી ખેતીની જમીન જળમગ્ન થઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ધબલેશ્વર, ભટ્ટારિકા અને સિંહનાથ પીઠમાં ગુરુવારથી મ્દ્ગજીની કલમ-૧૬૩ (અગાઉની કલમ-૧૪૪) લાગુ કરી દેવામાં આવી છે.

બાંકી-ડંપડા બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા અનેક પંચાયતોના સેંકડો હેક્ટર ખેતરો ડૂબમાં ગયા છે. મુખ્ય માર્ગો પર ૩થી ૫ ફૂટ પાણી વહી રહ્યા હોવાથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તંત્રે સાવચેતીના ભાગરૂપે આઠગઢ, બાંકી, કટક સદર અને કટક કોર્પોરેશન વિસ્તારમાંથી હજારો લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પૂર રાહત માટે દ્ગડ્ઢઇહ્લ,ર્ ંડ્ઢઇછહ્લ અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી છે.

ઓડિશાના ૨૦ જિલ્લાના ૧૦૦ બ્લોકમાં આવેલા ૧,૪૫૮ ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, પૂરના કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને ૧,૩૧૦ પશુઓના મૃત્યુ નોંધાયા છે. ભદ્રક જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ૪.૧૧ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ ઉપરાંત જાજપુર અને બાલેશ્વર જિલ્લામાં પણ લાખો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પુજારીએ ઉચ્ચ અધિકારીઓ સાથે હેલિકોપ્ટર મારફતે પૂર પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને આદેશ આપ્યા છે કે પૂરના પાણી ઓસર્યા બાદ તુરંત જ પ્રભાવિત લોકોને આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે. હાલમાં રાજ્યમાં ૫૨૦થી વધુ રાહત કેન્દ્રો શરૂ કરીને લોકોને રાશન અને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Related posts

કોંગ્રેસની બીજી બે માંગ, કહ્યું- લડત હજુ યથાવત છે

Police-Story

પંજાબમાં BSF અને આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ

Police-Story

દિલ્હીમાં ૧૬ વર્ષની સગીરા પર સ્લીપર બસમાં દુષ્કર્મ

Police-Story