33.5 C
Ahmedabad
October 3, 2026
NationalPolitics

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના

Spread the love

વિજય સરકારની મોટી જાહેરાત

તમિલનાડુના નાણાં મંત્રી એન. મેરી વિલ્સને વિધાનસભામાં ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈ, તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– તમિલનાડુની વિજય સરકારે બજેટ ૨૦૨૬-૨૭માં મહિલાઓને મોટી ભેટ આપી છે. બજેટમાં બ્રધર્સ ગિફ્ટ સ્કીમ હેઠળ મહિલાઓ માટે ૮ ગ્રામનો સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના માટે ૮૧૨ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સીએમ વિજયે વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં લગ્ન પ્રસંગે મહિલાઓને ભેટ આપવાનું વચન આપ્યું હતું. હવે બજેટમાં આ માટે જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુના નાણાં મંત્રી એન. મેરી વિલ્સને બુધવારે વિધાનસભામાં TVK સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું. વિલ્સને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે ટેન્ડરમાં કેટલાક પક્ષો અને લોકોને મળતું કમિશન બંધ કરાવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. એન. મેરી વિલ્સને કહ્યું કે પ્રથમ વખત હજ પર જતા લોકો માટે સબસિડી ૨૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૩૫,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. ખ્રિસ્તી અને મુસ્લિમ મહિલા કલ્યાણ સંઘોની મદદ માટે ૧.૦૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પાંચ ખ્રિસ્તી અને મુસ્લિમ કબરસ્તાનના વિકાસ માટે ૩૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ને નાબૂદ કરવાની માંગ કરી. વિલ્સને કેન્દ્ર સરકારને ૧૨મા ધોરણના ગુણના આધારે પ્રવેશની જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી.

ડૉ. એન. મેરી વિલ્સને કહ્યું, “ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા અને આંતરરાષ્ટ્રીય રમતોમાં તમિલનાડુને સૌથી ઉચ્ચ સ્તરે લઈ જવાના હેતુથી રાજ્યભરમાં ૧૦ ઓલિમ્પિક સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે ૫.૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.”

AI પર ભાર મૂકતા તમિલનાડુના નાણાં મંત્રીએ કહ્યું કે ૨૦૩૧ સુધીમાં, રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજો, પોલિટેકનિક કોલેજો અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્‌સ (ITIs) માં અભ્યાસ કરતા ૫ લાખ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની ટ્રેનિંગ આપવામાં આવશે.

Related posts

મ.પ્રદેશના મંદસોરમાંથી ૪૦ કરોડનું ૨૦ કિલો બ્રાઉન સુગર જપ્ત

Police-Story

દેશભરમાં મેઘતાંડવઃ ઉત્તરાખંડ અને આસામમાં ૧૧ના મોત

Police-Story

ભારતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં મચાવી ધૂમ

Police-Story