33 C
Ahmedabad
October 2, 2026
International

ફેસબુક-ઈન્સ્ટાથી બાળકોના મેન્ટલ હેલ્થને અસર : રૂ. ૫૩૦૦ કરોડનો દંડ

Spread the love

અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટનો આદેશ

પેનલ્ટીની રકમમાંથી પીડિત બાળકોની સારવાર થશે : પ્લેટફોર્મ્સમાં બાળકોની જાતીય સતામણી થતી હોવાની મેટાને જાણ હતી તેવું કોર્ટનું નિરીક્ષણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂયોર્ક, તા.૮ ઓગસ્ટ ૨૦૨૬ — અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મેટાના પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કારણે બાળકોની મેન્ટલ હેલ્થ પર અસર થયાનું જણાયું હતું. આ પ્લેટફોર્મ્સમાં બાળકો સાથે જાતીય દુર્વ્યહાર થયો હતો. કોર્ટે મેટાને આ કેસમાં ૫૬.૭ કરોડ ડોલર એટલે કે અંદાજે ૫૩૦૦ કરોડ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે. આ રકમનો એક હિસ્સો પીડિતા બાળકોની સારવારમાં જશે, બીજો હિસ્સો અવેરનેસ માટે વપરાશે.ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટના ન્યાયધીશ બ્રાયન બીડરશિટે એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે મેટાના પ્લેટફોર્મ્સ ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં બાળકોનું યૌનશોષણ થતું હતું. કંપનીને આ વાતની જાણકારી હતી છતાં કોઈ કાર્યવાહી કરી નહીં. એ વાતને છુપાવવાની કોશિશ કરી. આ પ્લેટફોર્મ્સના કારણે બાળકો-ટીનેજર્સની મેન્ટલ હેલ્થ બગડી હતી. કોર્ટમાં આ કેસના સંદર્ભમાં મેટાએ બાળકોને લગતા કન્ટેન્ટમાં ક્ષતિ રહી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે માફી માંગી હતી.કોર્ટે મેટાને ૫૬.૭ કરોડ ડોલર યાને અંદાજે ૫૩૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ રકમમાંથી એક હિસ્સો જે બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કારણે ભોગવવાનું આવ્યું છે તેમના માનસિક સ્વાસ્થ્યનો ઈલાજ થશે. બીજો હિસ્સો અવેરનેસ, પ્રિવેન્શન, સ્ક્રીનિંગ સર્વિસ વગેરેમાં ખર્ચાશે. સરકારી વકીલોના સૂચન બાદ કોર્ટે કહ્યું હતું કે મેટાએ તેમના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવો પડશે. ખાસ તો લત લગાડે તેવા ફીચર્સ અટકવવા અને ઉંમરનું વેરિફિકેશન વધારે મજબૂત બનાવવું તેમ જ પ્રાઈવસી સેટિંગ પર વધારે ધ્યાન આપવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે આ કેસ બે તબક્કામાં ચાલ્યો હતો. આ કેસના સંદર્ભમાં જ અગાઉ કોર્ટે મેટાને ૩૭.૫ કરોડ ડોલર યાને અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. બાળકોનું યૌનશોષણ થાય છે તે જાણવા છતાં કંપનીએ કોઈ કાર્યવાહી ન કરી તે માટે આ દંડ થયો હતો.બીજા તબક્કામાં આ નવો દંડ ફટકાર્યો છે તે બાળકોના મેન્ટલ હેલ્થ પર થઈ રહેલી ગંભીર અસરના સંદર્ભમાં છે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્‌સએપ જેવા પ્લેટફોર્મ્સની માલિકી ધરાવતી મેટા કંપની સામે ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેસે કેસ દાખલ કર્યો હતો. ૨૦૨૩થી આ કેસ ચાલતો હતો. આ વર્ષે ફેબુ્રઆરીથી કેસની સુનાવણી શરૂ થઈ હતી. મેટાએ કોર્ટના આ આદેશ બાદ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.

Related posts

અમેરિકાની કડકાઈ વચ્ચે ચીન હવે રશિયા પાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ

Police-Story

ફરી યુદ્ધના અણસાર? અમેરિકા અને ઈરાનના સામસામે હુમલા

Police-Story

અંધાધૂંધ ગોળીબારમાં ૧૧ સૈનિકો અને ૨ નાગરિકના મોત

Police-Story