34.3 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

અમદાવાદમાં પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

Spread the love

ગ્રાહકોની જાણ બહાર સિમકાર્ડ એક્ટિવેટ કરતા હતા

જુદી-જુદી કંપનીના ૧૦૮ સિમકાર્ડ, ૪ મોબાઈલ અને ૫ ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાયા : ૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૬ — જો તમારું સિમકાર્ડ બગડી ગયું છે અથવા ખોવાય ગયું છે. તમે નવા સિમકાર્ડ લેવા માટે જઈ રહ્યા છો. તો પહેલા આ ન્યુઝ વાંચી લેજો. કારણ કે, અમદાવાદમાંતી સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું છે. જો તમે દુકાનદાર કહે કે, તમારા સિમકાર્ડની પ્રોસેસ ફેલ થઈ છે. તો સમજી જજો તમે પણ આ ઘટનાનો ભોગ બન્યા છો. તો ચાલો જાણીએ આખરે આખું સિમકાર્ડનું રેકેટ શું હતું. અમદાવાદમાંથી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ છે. કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમકાર્ડ વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઉત્તરાખંડનાં ૨ શખ્સો અને અમદાવાદના ૧ ખરીદદાર સહિત કુલ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી ૧૦૮ પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જુદી-જુદી કંપનીના ૧૦૮ સિમકાર્ડ, ૪ મોબાઈલ અને ૫ ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાઈ છે.પોલીસે કુલ રૂ ૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સિમકાર્ડ રિટેલર તરીકે કામ કરતા આરોપીઓ ગ્રાહકોને “પ્રોસેસ ફેલ થઈ છે” તેમ કહી ફરી અંગૂઠો મુકાવતા હતા.એક જ આઈડી પર બાયોમેટ્રિકથી ૨થી ૩ વધારાના સિમકાર્ડ એક્ટિવેટ કરતા હતા.ગ્રાહકોની જાણ બહાર એક્ટિવેટ કરેલા સિમકાર્ડ ઊંચા ભાવે વેચી મારતા હતા.આરોપીઓની ઓળખ નહુરઅલી સમશાદઅલી રાવત, કાસીફઅલી મુઝ્‌ફ્ફરઅલી રાવત અને હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે.કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ડીઝલની અછતના દાવા, પેટ્રોલ પંપ પર લાંબી કતારો

Police-Story

રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ કરાયો

Police-Story

સરખેજના મકાનમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Police-Story