31.8 C
Ahmedabad
October 2, 2026
National

નેપાળના વિનાશક પૂરમાં ૬૬૯ લોકોના મોત, ૨૮૭ ભારતીયો ગુમ

Spread the love

ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતે ફોરેન્સિક એક્સપર્ટ્‌સ અને ટનલ રેસ્ક્યૂ ટીમ કાઠમંડુ રવાના કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
કાઠમંડુ, તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૬ — પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ચારેય તરફ ભારે તારાજી સર્જાઈ છે. કુદરતી આપત્તિના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નેપાળ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આવેલા અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૬૬૯ સુધી પહોંચી ગયો છે. બચાવ ટુકડીઓ દ્વારા અત્યાર સુધીમાં ૬૨૬ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે ૨,૪૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ મુશ્કેલ સમયમાં ભારતે પડોશી ધર્મ નિભાવીને નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય (સ્ઈછ) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ (શનિવાર) ના રોજ બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, પૂરના કારણે જીવ ગુમાવનારા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને તેમના ડ્ઢદ્ગછ સેમ્પલની તપાસ કરવા માટે ભારતથી ૬ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો રવાના કરવામાં આવી છે, જે શનિવારે જ રાજધાની કાઠમંડુ પહોંચવાની છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સુરાંગોમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે ૨૮ ઓગસ્ટના રોજ એક ખાસ ટેકનિકલ ટીમને સર્વેક્ષણ માટે મોકલવામાં આવી હતી. આ ટીમે ૨૯ ઓગસ્ટથી પ્રભાવિત વિસ્તારોની ટનલોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તેમની ભલામણના આધારે જરૂરી આધુનિક સાધનો સાથેની એક વિશેષ ટનલ રેસ્ક્યૂ ટીમ આજે નેપાળ પહોંચી રહી છે.

બીજી તરફ, નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે પણ વિદેશ મંત્રાલયે મહત્વનું અપડેટ આપ્યું છે. શનિવારે ૨૯ ઓગસ્ટના રોજ નેપાળના રાસુવામાં આવેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી ૪ ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જેમને ટૂંક સમયમાં કાઠમંડુ લાવવામાં આવશે. બચાવાયેલા આ ભારતીયોમાં રિપુ કુમાર, ચાણેશ્વર નરઝારી, કૃપા શંકર અને મોહમ્મદ મિન્હાજુદ્દીનનો સમાવેશ થાય છે. આ સિવાય, ચીન સરહદથી ૧૨૦ ભારતીય નાગરિકો શનિવારે નેપાળ સરહદે પહોંચ્યા છે.મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કુલ ૮૮ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે, પરંતુ હજુ પણ ૨૮૭ ભારતીયો ગુમ છે. આ ઉપરાંત ભારતીય મૂળના અન્ય ૧૨૮ લોકો પણ ગુમ હોવાના અહેવાલ સાંપડ્યા છે.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ભારતની રેસ્ક્યૂ ટીમ નેપાળ પહોંચીને કામગીરીમાં જોડાઈ ગઈ છે, જ્યારે ચીન તરફથી પણ એક બચાવ ટુકડી ટૂંક સમયમાં આવી પહોંચવાની શક્યતા છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલે જણાવ્યું કે, સ્થાનિક સરકારની પ્રથમ પ્રાથમિકતા અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત, કટોકટીની તબીબી સંભાળ, ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી, કામચલાઉ આશ્રયસ્થાન અને અન્ય આવશ્યક પુરવઠો પહોંચાડવાની છે. નેપાળ સરકાર આ પરિસ્થિતિમાં પોતાના પડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહીને સંકલન સાધી રહી છે.

Related posts

વડાપ્રધાન મોદી ઓડિશાના પ્રવાસે, કરોડોના પ્રોજેક્ટ્‌સ કર્યા લોન્ચ

Police-Story

નીટનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

Police-Story

દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી નહીં શકે : વડાપ્રધાન

Police-Story