CrimeInternational

USના ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર હુમલો

Spread the love

પુજારી, શ્રદ્ધાળુઓની હાજરીમાં ઈંટો ફેંકી મંદિરમાં તોડફોડ કરાઈ

છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચુકી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓહાયો, તા.૫ ઓક્ટોબર ૨૦૨૬ — અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે મંદિરને ભારે નુકસાન થયું છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે ૧ઃ૩૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર આ હુમલો થયો હતો. આ હુમલામાં મંદિરની બારીઓ તૂટી ગઈ હતી. ઘટના બની ત્યારે મંદિરની અંદર પૂજારી અને કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે, જેના આધારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ શકમંદની ઓળખ કે ધરપકડ કરવામાં આવી નથી.હિન્દુ સ્વયંસેવક સંઘ-યુએસએના મતે, છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ એક સંભવિત ‘હેટ ક્રાઇમ’ હોઈ શકે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓહાયો સહિત અમેરિકાના અનેક ભાગોમાં ‘હિન્દુ હેરિટેજ મંથ’ની ઉજવણી થઈ રહી છે અને નવરાત્રી પણ નજીક છે. સંસ્થાએ કાયદો અમલી કરતી એજન્સીઓ પાસે હુમલાખોરોની ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી છે.

Related posts

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

Police-Story

આરોપી PSIએ પિસ્તોલ બતાવી કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ!

Police-Story

‘સુપ્રીમ‘ આદેશ બાદ અમેરિકાએ ૧૦૦ અબજ ડૉલર પાછા આપવા પડ્યા

Police-Story