33 C
Ahmedabad
October 3, 2026
GujaratPolitics

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Spread the love

પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીના પર્વનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામોમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા.

આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિકાસને આગળ વધારવા માટે મતદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી લોકોને સક્રિય ભાગ લેવા અપીલ કરી.

રાજ્યભરમાં આજે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે. સાથે જ કેટલીક નગરપાલિકાઓની પેટાચૂંટણીઓ પણ ચાલી રહી છે. કુલ મળીને હજારો બેઠકો માટે હજારો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

ચૂંટણી પહેલાંના પ્રચાર દરમિયાન કેટલાક વિસ્તારોમાં રાજકીય ગરમાવો અને વિરોધ પણ નોંધાયો હતો, જ્યારે ઘણી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. કેટલીક નગરપાલિકાઓમાં તો ચૂંટણી પહેલાં જ જીત નક્કી થઈ ગઈ હતી. હાલના મતદાન દરમિયાન ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા હોવા છતાં મતદાતાઓમાં ઉત્સાહ ઘટાડો જોવા મળતો નથી.

Related posts

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ખાસ નેતા પર જીવલેણ હુમલો કરાયો

Police-Story

ગુજરાત સીએમ હાઉસમાં ભાજપની મહત્વીની બેઠક, જાણો ભાજપના નેતાઓ વચ્ચે શું રંધાયું…

Police-Story

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું

Police-Story

Leave a Comment