30 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ભાજપના કોર્પોરેટરે જ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કોન્ટ્રાક્ટરે આપી ધમકી

Spread the love

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં વિવાદ

જૂનાગઢ શહેરમાં સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ — જૂનાગઢ શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે, પરંતુ આ વખતે સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરના વોર્ડ નં. ૩ માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં નબળી ગુણવત્તા અને નિયમોના ઉલ્લંઘનનો મામલો ગરમાયો છે.
વોર્ડ નં. ૩ ના ભાજપના કોર્પોરેટરે જ્યારે કામનું નિરીક્ષણ કર્યું ત્યારે કામગીરીમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર જણાઈ આવ્યો હતો.

તેમણે સ્થળ પર જ કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ કામ કરવા સૂચના આપી હતી. જોકે, પોતાની પોલ પકડાઈ જતા કોન્ટ્રાક્ટર લાલઘૂમ થઈ ગયો હતો અને કોર્પોરેટર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.

સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર કોર્પોરેટરને જાહેરમાં ધમકી આપતો જોવા મળી રહ્યો છે. કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની આ તુ-તુ-મેં-મેં એ જૂનાગઢના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિને જ કોન્ટ્રાક્ટર ધમકાવતા હોય, તો સામાન્ય જનતાનું શું થતું હશે?

આ ઘટના બાદ જૂનાગઢના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવાની અને ગટરના કામની તટસ્થ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. શાસક પક્ષના જ કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હવે મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Related posts

જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરાયો

Police-Story

Tech shares buoy Japan’s Nikkei, unfazed by clouds over PM Abe

Police-Story

નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ

Police-Story

Leave a Comment