29 C
Ahmedabad
May 11, 2026
National

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે

RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

NPA ઓળખવા માટે હવે તમામ કોમર્શિયલ બેંકોએ ઓટોમેટેડ સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરવી પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ મે ૨૦૨૬ — રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં ૨૭મી એપ્રિલે બહાર પાડેલા પરિપત્ર મુજબ, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવે, તો તેને માત્ર છ મહિનામાં જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ જાહેર કરી દેવામાં આવશે.નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકે એકથી વધુ બેંકો કે સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે કોઈ પણ એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય, તો તેને તેની તમામ લોનમાં ડિફોલ્ટર માની લેવામાં આવશે. આટલું જ નહીં, આવા કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્‌સ સ્થગિત (ળીઝ) કરી દેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કડક જોગવાઈઓ પહેલી એપ્રિલ ૨૦૨૬થી અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધી NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્‌સ) માટે નફામાંથી જોગવાઈ કરવામાં આવતી હતી, પરંતુ હવે ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) મોડેલ અમલમાં આવશે. બેંકોએ હવે લોન આપતી વખતે જ સંભવિત નુકસાનની ગણતરી કરીને અગાઉથી રકમ અનામત રાખવી પડશે. સ્ટાન્ડર્ડ એસેટ્‌સ (નિયમિત લોન) માટે પણ બેંકોએ વધુ રકમની જોગવાઈ કરવી પડશે. આ મોડેલને કારણે ટૂંકા ગાળા માટે બેંકોની નફાકારકતા પર અસર પડી શકે છે અને નફો ઘટી શકે છે. NPA ઓળખવા માટે હવે તમામ કોમર્શિયલ બેંકોએ ઓટોમેટેડ સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરવી પડશે. આ સિસ્ટમમાં માનવીય દખલગીરી નહિવત રહેશે, જેથી બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટી લોન લેનારાઓ હપ્તા ભરવામાં અનિયમિતતા છુપાવી શકશે નહીં. જોકે, NPA જાહેર કરવા માટેનો ૯૦ દિવસનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.

Related posts

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’

Police-Story

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી !

Police-Story

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’

Police-Story

Leave a Comment