34.2 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી

Spread the love

ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જી આક્રમક મૂડમાં

મમતાનો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૬ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. ચૂંટણી પંચ, સીઆરપીએફ અને પોલીસ પર મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે દાવો કર્યો છે કે તેમના હારેલા ઉમેદવારોને બળજબરીથી હરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મમતાએ પોતાની પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ પણ આપ્યો છે.

નવા ચૂંટાયેલા TMC (તૃણમૂલ કોંગ્રેસ) ધારાસભ્યો સાથેની મીટિંગમાં મમતા બેનર્જીએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. સમાચાર એજન્સી અહેવાલ મુજબ, મમતાએ કહ્યું કે, “ભલે તેઓ મને કાઢી મૂકે, પણ હું રાજીનામું તો નહીં જ આપું.” આ સાથે તેમણે પાર્ટી સાથે ગદ્દારી કરનારા નેતાઓને બહારનો રસ્તો દેખાડવાની ચેતવણી પણ આપી. મમતાએ ઉમેર્યું કે, “બંગાળ પછી હવે આખું ઇન્ડિયા ગઠબંધન એકસાથે છે. હું આ દિવસને કાળા દિવસ તરીકે જોવા માંગુ છું. આપણે ભલે હાર્યા હોઈએ, પણ પૂરી મજબૂતાઈથી લડીશું. મેં નૈતિક રીતે તેમને હરાવ્યા છે અને મેં હંમેશા લોકો માટે કામ કર્યું છે.” તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીની ૧૫૦૦ થી વધુ ઓફિસો પર બળજબરીથી કબજો જમાવી લેવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે TMC ના પ્રવક્તા અને ધારાસભ્ય કુણાલ ઘોષે પણ ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે હિંસા રોકવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ભાજપની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે અને હાલમાં જે હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે જરાય સારી નથી. કુણાલ ઘોષે મમતાના રાજીનામું ન આપવાના નિર્ણયને ભાજપના બેઠકો કબજે કરવાના પ્રયાસો સામેનો એક પ્રતીકાત્મક વિરોધ ગણાવ્યો હતો.

બીજી તરફ, રાજ્યમાં સરકાર બનાવવાની બંધારણીય પ્રક્રિયા વિશે વાત કરતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે બુધવારે (૬ મે, ૨૦૨૬) સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચનું કામ માત્ર ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે કરાવવાનું અને પરિણામો જાહેર કરવાનું છે. આ સિવાયની આગળની સરકાર બનાવવાની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધારણીય નિયમો મુજબ જ થશે.

Related posts

અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે

Police-Story

પાકિસ્તાનથી મોકલાયેલો વિસ્ફોટક અને ગ્રેનેડ જપ્ત આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આતંકી સંગઠનના નેટવર્કનો પર્દાફાશ કરતા ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ, અંડરવર્લ્ડ ગ્રુપ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો અને પાકિસ્તાન-દુબઈ આધારિત ઓપરેટરો સાથે મળીને ભારતમાં મોટા આતંક કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામગ્રી, ગ્રેનેડ અને અત્યાધુનિક વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. સૂત્રો અનુસાર આ નેટવર્કના તાર પાકિસ્તાન અને દુબઈ સુધી જોડાયેલા છે. આ ધરપકડ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન કરવામાં આવી. તપાસ એજન્સીઓનો દાવો છે કે, આરોપીઓને દેશના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, નેટવર્ક ત્રણ લેવલ પર સંચાલિત થઈ રહી છે. સૂત્રો અનુસાર આખા ઓપરેશનનું માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનું આઈએસઆઈ હતું, જ્યારે નેટવર્કનો એક ભાગ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી જોડાયેલા તત્વોના નિર્દેશન પર કામ કરી રહ્યો હતો. જ્યારે બીજા ભાગનું સંચાલન પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત ઓપરેટર શહજાદ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ આ તમામ કડીઓની વિસ્તૃત તપાસ કરી રહી છે. સૂત્રો મુજબ આતંકીઓના નિશાન પર દિલ્હી અને અન્ય મોટા શહેરોના મહત્વપૂર્ણ સ્થળો હતા. શક્ય ટાર્ગેટ્‌સમાં પાવર પ્લાન્ટ, વીજ ઉત્પાદન અને વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એનર્જી ક્ષેત્રના અન્ય મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ સ્થળોએ હુમલો કરીને મોટી જાનહાનિ સાથે દેશની જરૂરી સેવાઓને ખોરવવાની યોજના બનાવવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મળેલી વિસ્ફોટક સામગ્રી કથિત રીતે સરહદ પારથી ભારતમાં લાવવામાં આવી હતી. એજન્સીઓ એ શોધી રહી છે કે વિસ્ફોટક અને હથિયારોની ખેપ દેશમાં કયા નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવી અને તેના પાછળ કયા કયા લોકો સંડોવાયેલા હતા. મળેલી સામગ્રીમાં ગ્રેનેડ અને અનેક અદ્યતન વિદેશી હથિયારોનો સમાવેશ થાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ તેમના ડિજિટલ ઉપકરણો, સંચાર માધ્યમો અને નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે, જેથી આખા નેટવર્કની રચના, ફંડિંગ અને વિદેશી સંપર્કો વિશે જાણકારી મળી શકે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે, કારણ કે આથી એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના કથિત કનેક્શન પાકિસ્તાનની ૈંજીૈં, દુબઈ આધારિત ઓપરેટર્સ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા તત્વો સુધી પહોંચે છે. જોકે તપાસ હજુ ચાલુ છે અને અનેક તથ્યોની અધિકૃત પુષ્ટિ પોલીસની વિગતવાર બ્રીફિંગ પછી જ થઈ શકશે.

Police-Story

U.S. drugmaker Orexigen files for Chapter 11 bankruptcy

Police-Story

Leave a Comment