ડીઝલમાં પણ લિમિટ નક્કી કરી
આ પગલું તેલની સપ્લાય મેનેજ કરવા અને અચાનક સ્ટોક ખતમ થતા રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
થિરૂવનંતપૂરમ્, તા.૧૩ મે ૨૦૨૬ –– કેરળમાં પેટ્રોલ પંપ પર ફ્યૂલના વેચાણને લઈ નવી લિમિટ નક્કી કરી દીધી છે. હવે પેટ્રોલ ૫૦૦૦ રૂપિયા અને ડીઝલ ૨૦૦ લીટરથી વધારે મળશે નહીં. આ પગલું તેલની સપ્લાય મેનેજ કરવા અને અચાનક સ્ટોક ખતમ થતા રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે. કંપનીઓએ ક્રેડિટ સિસ્ટમ બંધ કરી એડવાન્સ પેમેન્ટ શરુ કરી દીધું છે, જેનાથી પંપ માલિકો પર પ્રેશર વધી ગયું છે. કેરળના પેટ્રોલ પંપ પર ઓઇલના વેચાણને લઈ અચાનક લાગુ થયેલા નવા પ્રતિબંધોએ સામાન્ય જનતા અને વેપારીઓને હેરાન કરી નાખ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, હવે કોઈ પણ ગ્રાહક એક વારમાં ૫૦૦૦ રૂપિયાથી વધારેનું પેટ્રોલ ખરીદી શકશે નહીં. તો વળી ડીઝલ માટે પણ ૨૦૦ લીટરની મર્યાદા નક્કી કરી દીધી છે. કેરળના પેટ્રોલ પંપ પર ઓઇલના વેચાણને લઈ અચાનક લાગુ થયેલા નવા પ્રતિબંધોએ સામાન્ય જનતા અને વેપારીઓને હેરાન કરી નાખ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, હવે કોઈ પણ ગ્રાહક એક વારમાં ૫૦૦૦ રૂપિયાથી વધારેનું પેટ્રોલ ખરીદી શકશે નહીં. તો વળી ડીઝલ માટે પણ ૨૦૦ લીટરની મર્યાદા નક્કી કરી દીધી છે. આ નિર્ણય અચાનક તેલની કમી થવાના ડર અને સારી સપ્લાય મેનેજમેન્ટ માટે લેવામાં આવ્યો છે. હકીકતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હવે પંપોને તેમના શોર્ટ ટર્મ ડિમાન્ડના ધાર પર જ તેલ આપી રહી છે. આ જ કારણથી પંપો પાસે ખાલી થોડા દિવસનો સ્ટોક રહ્યો છે. કેરળ સ્ટેટ પેટ્રોલિયમ ટ્રેડર્સ એસોસિએશનનું કહેવું છે કે આ નિયમ ખાલી એટલા માટે બનાવ્યો છે, જેથી સ્ટોક સંપૂર્ણપણે ખતમ ન થાય.
સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવના કારણથી હવે પંપોને મળતો સ્ટોક ખૂબ જ મર્યાદિત થઈ ગયો છે. પહેલા જ્યાં લાંબા ગાળા માટે તેલ મળી જતું હતું, ત્યાં હવે કંપનીઓ ખાલી ૧૨થી ૧૪ હજાર લીટરની નાની ખેપ મોકલી રહી છે. આ ઉપરાંત ક્રેડિટ સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
હવે પંપ માલિકોને તેલ મગાવતા પહેલા જ એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે. આ આર્થિક પ્રેશરના કારણથી કેટલાય નાના પંપ માલિક પોતાની જરૂરિયાતથી ઓછું તેલ મગાવી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર અને ડિસ્ટ્રીબ્યૂટર્સે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં તેલની કોઈ કમી નથી. ભારત પાસે હજુ પણ લગભગ બે મહિનાનું ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. આ નવી લિમિટ સૌથી વધારે એ લોકોને પ્રભાવિત કરશે, જે ટ્રાન્સપોર્ટ અથવા કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છે. મોટા ટ્રક અને મશીનરી માટે ૨૦૦ લીટર ડીઝલ ખૂબ જ ઓછું પડે છે. સામાન્ય વાહન ચાલકો માટે ૫૦૦૦ રૂપિયાનું પેટ્રોલ પૂરતું છે, પણ લાંબા અંતરમાં લોજિસ્ટિક ઓપરેટર્સ માટે આ મુશ્કેલીનું કારણ બની ગયું છે.
કંપનીઓનો દાવો છે કે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોના કારણે તેમને રોજ હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ખોટને ઘટાડવા અને ડિસ્ટ્રીબ્યૂશનને બેલેન્સ કરવા માટે આ અસ્થાયી પગલું ઉઠાવવામાં આવ્યું છે. કેરળના લગભગ ૨૫૦૦ પેટ્રોલ પંપ હાલમાં આ નવી સિસ્ટમ અંતર્ગત કામ કરી રહ્યા છે.