International

રશિયાએ યુક્રેનમાં ૨૦૦૦ ડ્રોનથી કચ્ચરઘાણ કાઢ્યો

Spread the love

યુક્રેનમાં અનેક વીજમથકો ધ્વસ્ત થતાં અંધારપટ

રશિયાએ બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો છોડીને યુક્રેનના ૧૮૦ સ્થળોમાં વિનાશ વેર્યો, ૫૦૦ ઈમારતો ધરાશાયી

(સંપૂર્ણ સમાચાર સેવા)
કિવ, તા.૧૫ મે ૨૦૨૬ — રશિયાએ યુક્રેન પર સતત ત્રીજા દિવસે ભયાનક હુમલા શરૂ રાખ્યા હતા. રશિયન આર્મીએ લગભગ ૨૦૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. તેનાથી યુક્રેનમાં ભારે ખુંવારી થઈ હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી થયેલા સૌથી ભયાનક હુમલામાં આનો સમાવેશ થાય છે. આ હુમલામાં પાટનગરની ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. એ રેસિડેન્શિયલ ઈમારતોમાં રહેતા ૨૦ લોકો હજુય લાપતા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહ્યું છે. છેલ્લાં ત્રણ દિવસથી રશિયાએ નવેસરથી ભીષણ હુમલા શરૂ કર્યા છે. પાટનગર કીવમાં ૧૮ ઈમારતો પર ડ્રોનથી હુમલો થયો હતો એમાં સાત લોકોનાં મોત થયા હતા. ૨૭ને ગંભીર ઈજા પહોંચી હતી. કાટમાળમાંથી ૨૨ લોકોને બહાર કાઢીને બચાવાયા હતા, પરંતુ હજુય રેસિડેન્સીમાં રહેતા ૨૦ જેટલા લોકોની કોઈ ભાળ મળી નથી.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સ્વીકાર્યું હતું કે લગભગ ૨૦૦૦ જેટલા ડ્રોનથી ભયાનક હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેનના ૧૮૦ સ્થળોને નિશાન બનાવાયા હતા. એમાં ૫૦ તો રેસિડેન્શિયલ ઈમારતોનો સમાવેશ થતો હતો. કેટલાય ઉર્જા મથકો પર હુમલા થતાં યુક્રેનના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સેંકડો લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા છે. બ્રિટિશ ડિફેન્સ મંત્રીએ આ હુમલા પછી કહ્યું હતું કે આ ખૂબ આઘાતજનક છે. કારણ કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
યુક્રેન એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે હુમલો કેટલો ભયાનક હશે તેનો અંદાજ આ વાત પરથી આવશે. યુક્રેનના એરફોર્સે ડિફેન્સ સિસ્ટમની મદદથી ૭૦૦ ડ્રોન અને ૫૦ જેટલી મિસાઈલો તોડી પાડી હતી અથવા તો જામ કરી દીધી હતી. રશિયાના ૭૦૦ જેટલા ટાર્ગેટને એક જ રાતમાં તોડી પડાયા કે જામ કરાયા હતા. તેમ છતાં દેશમાં મોટી ખાનાખરાબી થઈ હતી.

બીજી તરફ હંગેરીની સરકારે રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું. રશિયાના ડ્રોનથી હંગેરીની સરહદ પાસે હુમલા થયા હતા. એ સંદર્ભમાં ખુલાસો પૂછાયો હતો. હંગેરીમાં સત્તા પરિવર્તન થયું પછી પહેલી વખત નવા પ્રમુખ પીટર માગ્યારે રશિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ પ્રમુખ વિક્ટર ઓર્બાનને પુતિન સાથે ગાઢ સંબંધો હતા. તાજેતરની ચૂંટણીમાં વિક્ટરનો પરાજય થયો હતો.

Related posts

ડઝનબંધ ફ્લાઈટ્‌સના રૂટ બદલાયા, યુરોપના એરપોર્ટ પર હાઈ એલર્ટ

Police-Story

બ્રિટન આવતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો

Police-Story

લશ્કરી ધમકીથી ઝુકાવી શકાશે તેવું અમેરિકા માનતું હોય તો તેની મોટી ભૂલ છેઃ ઇરાન

Police-Story

3 comments

Florence2151 May 15, 2026 at 11:13 pm Reply
Cristian507 May 16, 2026 at 5:56 am Reply
Ken3578 May 16, 2026 at 5:40 pm Reply

Leave a Comment