34.2 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ખાસ નેતા પર જીવલેણ હુમલો કરાયો

Spread the love

ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી

ભાજપ નેતા પ્રોસેનજીત મંડલે આક્ષેપ કર્યો છે કે, તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોએ હુમલો કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૫ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાયા બાદ હજુ પણ ધાક-ધમકી અને હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. રિપોર્ટ મુજબ, મેદિનીપુર જિલ્લાના પાંશકુડા વિસ્તારમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ખાસ ભાજપ નેતા પ્રોસેનજીત મંડલ પર હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ભાજપ નેતા પ્રોસેનજીત મંડલે આક્ષેપ કર્યો છે કે, તેઓ દક્ષિણ ચચિયારા રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોએ તેમને અટકાવીને ઘેરી લીધા હતા, પછી બંદૂકનો કૂંદો માર્યા બાદ દંડા વડે ધોલાઈ કરી હતી. એટલું જ નહીં હુમલાખોરોએ તેમને બંદૂક દેખાડીને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જોકે તેઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.

ભાજપ નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અનેક લોકોના નામ આપ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, આરોપીઓ તૃમણૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હુમલાખોરોએ ભાજપ નેતાને ધમકી આપી હતી કે, જો રાજકીય પ્રવૃત્તિઓ ચાલું રાખશે તો તાજેતરમાં હુમલામાં માર્યા ગયેલા મુખ્યમંત્રીના ખાનગી સચિવ ચંદ્રનાથ રથ જેવી તારી હાલત કરી નાખીશું.

Related posts

મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ

Police-Story

નીટની પરીક્ષાની નવી તારીખ જાહેર, ૨૧ જૂને નીટની પરીક્ષા યોજાશે

Police-Story

પીએમ મોદી અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે બેઠક થઈ

Police-Story

Leave a Comment