34.3 C
Ahmedabad
October 2, 2026
Gujarat

સરકારી કર્મીઓને ગાંધીનગરમાં બેઠક માટે નહી બોલાવાયઃ હર્ષ સંઘવી

Spread the love

આજથી ૩૦૦ નવી બસ દોડતી કરાશે

ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫ મે ૨૦૨૬ — ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં.

ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી પણ પોતાની કાર છોડીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં આવ્યા હતાં. જ્યારે અન્ય મંત્રીઓ પણ ઈલેક્ટ્રીક વાહનો લઈને આવ્યા હતાં. હવે સરકારી કર્મચારીઓને પણ કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગો માટે અમલ કરાશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવતીકાલથી પરિવહન મજબૂત કરવા ૩૦૦ નવી બસ દોડતી કરવામાં આવશે.રાજ્યની જનતાના પરિવહન માટે નવી ST બસ દોડતી કરવામાં આવશે.કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપર ST બસ દોડતી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે કટીબદ્ધ છે. વડાપ્રધાનની અપીલને લોકોનું ભારે સમર્થન આપવામાં આવ્યું છે.

સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈપણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે.મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની જનતા એ વડાપ્રધાન મોદીની અપીલને પ્રેમથી સ્વીકારી છે.સરકારના અધિકારીઓને પણ કાર પુલિંગ માટે સૂચનાઓ આપી છે. અન્ય જિલ્લાના સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈ પણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે.મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે.

Related posts

અમદાવાદ કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

Police-Story

સોમવારથી મેટ્રો સેવાઓનો સમય લંબાવીને રાત્રિના ૧૧ઃ૦૦ વાગ્યા સુધીનો કરાશે

Police-Story

પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડોના રોકાણ વચ્ચે ૩ ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ

Police-Story

Leave a Comment