33 C
Ahmedabad
October 2, 2026
National

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ફાટી નીકળેલી હિંસામાં ૪ લોકોના મોત

Spread the love

કેન્યામાં ઉગ્ર પ્રદર્શનો વચ્ચે ૪ લોકોના મોત

સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૯ મે ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે આફ્રિકા ખંડ સુધી પહોંચી ગઈ છે. આ વૈશ્વિક યુદ્ધના કારણે પેદા થયેલા તેલ સંકટે આફ્રિકાના દેશ કેન્યાને ભારે આંચકો આપ્યો છે. કેન્યામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજધાની નૈરોબી સહિત દેશના અનેક મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

ખાડી દેશોમાંથી તેલની આયાત પર નિર્ભર કેન્યામાં ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. ઈરાન દ્વારા વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતા ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝ જળડમરુમધ્ય)ને વ્યવહારિક રીતે બંધ કરી દેવાતા તેલના સપ્લાયને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાનો લગભગ પાંચમો ભાગ તેલ આ જ રસ્તેથી પસાર થાય છે. યુદ્ધની શરૂઆત બાદથી કેન્યામાં પેટ્રોલની કિંમતોમાં ૨૦ ટકા અને ડીઝલની કિંમતોમાં રેકોર્ડબ્રેક ૪૬ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. સોમવારે સવારે રાજધાની નૈરોબીના બહારના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર બેરિકેડ્‌સ લગાવીને ટાયરો સળગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તા પરથી પસાર થતી કાર અને સ્થાનિક “બોડા બોડા” મોટરસાયકલોને બળજબરીપૂર્વક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આખો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી.

કેન્યાના ગૃહ પ્રધાન કિપચુમ્બા મુરકોમેને પત્રકારોને જણાવ્યું હતું કે, “આજની હિંસામાં આપણે ચાર નાગરિકો ગુમાવ્યા છે તે અત્યંત દુઃખદ છે. આ સિવાય ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.” તેમણે માહિતી આપી કે પોલીસે અત્યાર સુધીમાં ૩૪૮ તોફાનીઓની ધરપકડ કરી છે. બીજી તરફ, માનવાધિકાર સંગઠન “વોકલ આફ્રિકા” એ પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા ઘાતક બળના ઉપયોગની સખત નિંદા કરી છે. હિંસાના કારણે નૈરોબીના બિઝનેસ વિસ્તારો સુમસામ રહ્યા હતા, શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને અનેક કાર્યક્રમો રદ કરવા પડ્યા છે.

જો કે કેન્યા પૂર્વ આફ્રિકાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, પરંતુ તેની ૫ કરોડની વસ્તીમાંથી આશરે ત્રીજા ભાગના લોકો હજુ પણ ગરીબીમાં જીવે છે. આવા સમયે મોંઘવારી અને ઇંધણના સંકટે દેશની સરકાર પર ભારે દબાણ ઊભું કર્યું છે.

Related posts

સંસદમાં ગરમાગરમી વચ્ચે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

Police-Story

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો

Police-Story

પાકિસ્તાનથી મોકલાયેલો વિસ્ફોટક અને ગ્રેનેડ જપ્ત આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આતંકી સંગઠનના નેટવર્કનો પર્દાફાશ કરતા ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ, અંડરવર્લ્ડ ગ્રુપ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો અને પાકિસ્તાન-દુબઈ આધારિત ઓપરેટરો સાથે મળીને ભારતમાં મોટા આતંક કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામગ્રી, ગ્રેનેડ અને અત્યાધુનિક વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. સૂત્રો અનુસાર આ નેટવર્કના તાર પાકિસ્તાન અને દુબઈ સુધી જોડાયેલા છે. આ ધરપકડ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન કરવામાં આવી. તપાસ એજન્સીઓનો દાવો છે કે, આરોપીઓને દેશના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, નેટવર્ક ત્રણ લેવલ પર સંચાલિત થઈ રહી છે. સૂત્રો અનુસાર આખા ઓપરેશનનું માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનું આઈએસઆઈ હતું, જ્યારે નેટવર્કનો એક ભાગ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી જોડાયેલા તત્વોના નિર્દેશન પર કામ કરી રહ્યો હતો. જ્યારે બીજા ભાગનું સંચાલન પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત ઓપરેટર શહજાદ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ આ તમામ કડીઓની વિસ્તૃત તપાસ કરી રહી છે. સૂત્રો મુજબ આતંકીઓના નિશાન પર દિલ્હી અને અન્ય મોટા શહેરોના મહત્વપૂર્ણ સ્થળો હતા. શક્ય ટાર્ગેટ્‌સમાં પાવર પ્લાન્ટ, વીજ ઉત્પાદન અને વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એનર્જી ક્ષેત્રના અન્ય મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ સ્થળોએ હુમલો કરીને મોટી જાનહાનિ સાથે દેશની જરૂરી સેવાઓને ખોરવવાની યોજના બનાવવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મળેલી વિસ્ફોટક સામગ્રી કથિત રીતે સરહદ પારથી ભારતમાં લાવવામાં આવી હતી. એજન્સીઓ એ શોધી રહી છે કે વિસ્ફોટક અને હથિયારોની ખેપ દેશમાં કયા નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવી અને તેના પાછળ કયા કયા લોકો સંડોવાયેલા હતા. મળેલી સામગ્રીમાં ગ્રેનેડ અને અનેક અદ્યતન વિદેશી હથિયારોનો સમાવેશ થાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ તેમના ડિજિટલ ઉપકરણો, સંચાર માધ્યમો અને નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે, જેથી આખા નેટવર્કની રચના, ફંડિંગ અને વિદેશી સંપર્કો વિશે જાણકારી મળી શકે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે, કારણ કે આથી એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના કથિત કનેક્શન પાકિસ્તાનની ૈંજીૈં, દુબઈ આધારિત ઓપરેટર્સ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા તત્વો સુધી પહોંચે છે. જોકે તપાસ હજુ ચાલુ છે અને અનેક તથ્યોની અધિકૃત પુષ્ટિ પોલીસની વિગતવાર બ્રીફિંગ પછી જ થઈ શકશે.

Police-Story

2 comments

Juliana3932 May 20, 2026 at 9:32 pm Reply
Willow3858 May 20, 2026 at 11:27 pm Reply

Leave a Comment