34.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

૧૦ કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ

Spread the love

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર

પોલીસ કસ્ટડી દરમિયાન સપ્લાયર મોહન નીનામાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, મોહન ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૧૯ મે ૨૦૨૬ — વડોદરા શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે. થોડા સમય પૂર્વે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ઝડપી પાડવામાં આવેલા ૧૦ કિલો સામાન્ય ગાંજા અને અત્યંત મોંઘા ગણાતા ’હાઇબ્રીડ ગાંજા’ના રેકેટમાં પોલીસે વધુ બે શખસોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી અનુસાર, આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસની વિગત એવી છે કે, વડોદરા એસઓજીએ સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા રાજેન્દ્ર બિંદ નામના શખસને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછ દરમિયાન આ નેટવર્કમાં સામેલ અન્ય બે સાગરીતો અને મધ્ય પ્રદેશના રતલામથી ગાંજો સપ્લાય કરનારા મુખ્ય વચેટીયા મોહન નીનામાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોહનની પણ ધરપકડ કરી લીધી હતી.

પોલીસ કસ્ટડી દરમિયાન સપ્લાયર મોહન નીનામાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, મોહન ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો અને અહીં આજવા રોડ પર રહેતા રિઝવાન દીવાન નામના ડ્રગ્સ પેડલરને પહોંચાડતો હતો. આ સગડ મળતા જ પોલીસે રિઝવાન દીવાનની પણ અટકાયત કરી હતી. પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ૧૦ કિલો સામાન્ય ગાંજો અને ૭૭ ગ્રામ કિંમતી હાઇબ્રીડ ગાંજો મળીને કુલ ૭ લાખ રૂપિયાથી વધુની કિંમતનો નશાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું હતું કે, આ રેકેટમાં પકડાયેલો હાઇબ્રીડ ગાંજો જયેશ ઉર્ફે કાનો નીતિનસિંહ ચૌહાણ (રહે. અંબાલાલ પ્રજાપતિનું મકાન, સહયોગ સોસાયટી, સમા રોડ, વડોદરા) દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. એસઓજીએ બાતમીના આધારે જયેશ ઉર્ફે કાનાની પણ ધરપકડ કરી લીધી છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે જયેશ આ હાઈબ્રીડ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી મેળવતો હતો. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગમી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

Police-Story

Companies putting tax savings in the pockets of shareholders

Police-Story

૫૩ વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડીને નવો બનાવાશે

Police-Story

Leave a Comment