33.5 C
Ahmedabad
October 3, 2026
National

દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ કરાઈ

Spread the love

વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ!

૧૦ વર્ષ બાદ યોજાવવાની હતી ખાસ સમિટ : ભારતના નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયેલો નિર્ણય

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ મે ૨૦૨૬ — વૈશ્વિક આરોગ્ય સંકટની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર જોવા મળી રહી છે. આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક અને જીવલેણ ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારતમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી ’ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે આફ્રિકન યુનિયન સાથે સંયુક્ત બેઠક કર્યા બાદ આ મોટો નિર્ણય લીધો છે.

આ સમિટ આગામી ૨૮થી ૩૧ મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની હતી, જેમાં આફ્રિકાના ૪૦થી વધુ દેશોના રાષ્ટ્રીય નેતાઓ અને હજારો ડેલિગેટ્‌સ ભાગ લેવાના હતા. પરંતુ ભારતના નાગરિકોની સુરક્ષા અને પબ્લિક હેલ્થને ટોપ પ્રાયોરિટી આપીને આ નિર્ણય લેવાયો છે.

આ સમિટ ભારત અને આફ્રિકાના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તે ૧૦ વર્ષના લાંબા ગાળા પછી યોજાવા જઈ રહી હતી. આની પહેલા ૨૦૦૮, ૨૦૧૧ અને છેલ્લે ૨૦૧૫માં ત્રીજી સમિટ યોજાઈ હતી, જેમાં પીએમ મોદીએ ખાસ મુલાકાત પણ કરી હતી. આ વર્ષે આફ્રિકન યુનિયન કમિશનના સહયોગથી દિલ્હીમાં ભારત-આફ્રિકા પાર્ટનરશિપનો નવો રોડમેપ તૈયાર થવાનો હતો, જે હવે પાછળ ઠેલાયો છે.

આફ્રિકામાં ઇબોલાના આઉટબ્રેકને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતના તમામ બંદરો, ઍરપૉર્ટ્‌સ અને એન્ટ્રી પોઇન્ટ્‌સ પર કડક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને આફ્રિકાના ૩ દેશોને ’હાઇ રિસ્ક’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છેઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન.

સરકારની નવી એડવાઇઝરી મુજબ, જો કોઈ પણ મુસાફર આ ૩ દેશોમાંથી સીધો ભારત આવી રહ્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરીને ભારત પહોંચી રહ્યો હોય, તો તેણે ઇમિગ્રેશન ચેક-ઇન કાઉન્ટર પર જતાં પહેલાં જ ઍરપૉર્ટ હેલ્થ ઑફિસર અથવા હેલ્થ ડેસ્કને રિપોર્ટ કરવો પડશે. સમિટ ભલે સ્થગિત થઈ હોય, પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત આ મુશ્કેલ સમયમાં આફ્રિકાની પ્રજા અને ત્યાંની સરકારો સાથે મજબૂતીથી ઊભું છે. આફ્રિકા સીડીસી દ્વારા વાયરસને કાબૂમાં લેવા માટે જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, તેમાં ભારત તબીબી અને આર્થિક મદદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.

Related posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન

Police-Story

પાકિસ્તાનથી મોકલાયેલો વિસ્ફોટક અને ગ્રેનેડ જપ્ત આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આતંકી સંગઠનના નેટવર્કનો પર્દાફાશ કરતા ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ, અંડરવર્લ્ડ ગ્રુપ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો અને પાકિસ્તાન-દુબઈ આધારિત ઓપરેટરો સાથે મળીને ભારતમાં મોટા આતંક કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામગ્રી, ગ્રેનેડ અને અત્યાધુનિક વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. સૂત્રો અનુસાર આ નેટવર્કના તાર પાકિસ્તાન અને દુબઈ સુધી જોડાયેલા છે. આ ધરપકડ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન કરવામાં આવી. તપાસ એજન્સીઓનો દાવો છે કે, આરોપીઓને દેશના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, નેટવર્ક ત્રણ લેવલ પર સંચાલિત થઈ રહી છે. સૂત્રો અનુસાર આખા ઓપરેશનનું માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનું આઈએસઆઈ હતું, જ્યારે નેટવર્કનો એક ભાગ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી જોડાયેલા તત્વોના નિર્દેશન પર કામ કરી રહ્યો હતો. જ્યારે બીજા ભાગનું સંચાલન પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત ઓપરેટર શહજાદ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ આ તમામ કડીઓની વિસ્તૃત તપાસ કરી રહી છે. સૂત્રો મુજબ આતંકીઓના નિશાન પર દિલ્હી અને અન્ય મોટા શહેરોના મહત્વપૂર્ણ સ્થળો હતા. શક્ય ટાર્ગેટ્‌સમાં પાવર પ્લાન્ટ, વીજ ઉત્પાદન અને વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એનર્જી ક્ષેત્રના અન્ય મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ સ્થળોએ હુમલો કરીને મોટી જાનહાનિ સાથે દેશની જરૂરી સેવાઓને ખોરવવાની યોજના બનાવવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મળેલી વિસ્ફોટક સામગ્રી કથિત રીતે સરહદ પારથી ભારતમાં લાવવામાં આવી હતી. એજન્સીઓ એ શોધી રહી છે કે વિસ્ફોટક અને હથિયારોની ખેપ દેશમાં કયા નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવી અને તેના પાછળ કયા કયા લોકો સંડોવાયેલા હતા. મળેલી સામગ્રીમાં ગ્રેનેડ અને અનેક અદ્યતન વિદેશી હથિયારોનો સમાવેશ થાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ તેમના ડિજિટલ ઉપકરણો, સંચાર માધ્યમો અને નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે, જેથી આખા નેટવર્કની રચના, ફંડિંગ અને વિદેશી સંપર્કો વિશે જાણકારી મળી શકે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે, કારણ કે આથી એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના કથિત કનેક્શન પાકિસ્તાનની ૈંજીૈં, દુબઈ આધારિત ઓપરેટર્સ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા તત્વો સુધી પહોંચે છે. જોકે તપાસ હજુ ચાલુ છે અને અનેક તથ્યોની અધિકૃત પુષ્ટિ પોલીસની વિગતવાર બ્રીફિંગ પછી જ થઈ શકશે.

Police-Story

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી

Police-Story

Leave a Comment