30 C
Ahmedabad
October 2, 2026
Sports

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને શંકા

Spread the love

ODI World Cup 2027 પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી

સિલેક્ટર્સ આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વનડે વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ મે ૨૦૨૬ — ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આઈસીસી વનડે વર્લ્ડ કપ રમવાને લઈને સવાલો ઊભા થયા છે. સિલેક્ટર્સ આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વનડે વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને શંકા છે. બંનેને ફિટનેસના આધાર પર અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચમાં પસંદ કરવામાં આવ્યાં છે, પરંતુ અહેવાલ અનુસાર BCCI તેને લઈને ચિંતામાં છે.

ભારત અને અફઘાનિસ્તાન ટેસ્ટ અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ પહેલા એક મિટિંગ થઈ અને તેમાં પ્લેયર્સની ઈજા તેમજ ફિટનેસને લઈને પણ ચર્ચા કરવામાં આવી. હકીકતમાં આ બેઠક માત્ર ભારત અને અફઘાનિસ્તાન સીરિઝ માટે જ ટીમની પસંદગી કરવાને લઈને નહોતી. બીસીસીઆઈ તરફથી વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ માટે એક રોડમેપ બનાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને લઈને લાંબી ચર્ચા થઈ.
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામે વનડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યાં છે, પરંતુ બીસીસીઆઈએ તેને લઈને એક શરત પણ રાખી છે. જો તેઓ ફિટ હશે, તો જ રમી શકશે. આ વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ એ શરતને લઈને ચિંતિત છે કે, શું આ બંને ખેલાડી ૫૦ ઓવરની મેચ રમવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યાને તો વનડેમાં ૧૦ ઓવર સુધી બોલિંગ પણ કરવી પડી શકે છે.

બંને ખેલાડી હાલ જે ટી૨૦ લીગ ચાલી રહી છે, તેમાં ઘણી મેચ મિસ કરી ચૂક્યા છે. રોહિત શર્મા જ્યારે પરત આવ્યો તો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો. એટલે કે તેણે માત્ર બેટિંગ કરી, ફીલ્ડિંગ દરમિયાન મેદાનમાં આવ્યો નહીં. પરંતુ જ્યારે વનડે મેચ રમાશે, તેમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ નથી હોતો. બેટિંગ સિવાય ખેલાડીને ૫૦ ઓવર સુધી મેદાન પર રહેવું પડે છે. એવામાં તે વર્ષ ૨૦૨૭માં રમાનાર વર્લ્ડ કપ સુધી કેવી રીતે ફિટ રહેશે, તે કહેવું મુશ્કેલ છે.

રિપોર્ટમાં બીસીસીઆઈના સૂત્રના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, રોહિત સેન્ટર ઓફ એક્સિલેન્સમાં નહોતો ગયો, જો કે રોહિતે પોતાનો વજન ઓછો કર્યો છે. પરંતુ છતાં પણ તેની ફિટનેસને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, કદાચ એટલા માટે જ વનડે ટીમમાં ઈશાન કિશનને પણ સામેલ કરવામાં આવ્યો છે.

આમ તો જો બધુ ઠીક રહ્યું તો રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરશે, પરંતુ જો રોહિત ફિટ ન થયો તો ઈશાન કિશન ઓપનિંગ માટે વિકલ્પ છે. જો કે યશસ્વી જયસ્વાલ પણ આ જગ્યાએ આવી શક્યો હોત, પરંતુ તે ટેસ્ટ ટીમમાં છે, એટલા માટે તેને પસંદ કરવામાં આવ્યો નહીં.

Related posts

U.S. drugmaker Orexigen files for Chapter 11 bankruptcy

Police-Story

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ, વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર

Police-Story

મેસીની આર્જેન્ટિનાને હરાવી ૧૬ વર્ષ બાદ સ્પેને જીત્યો ફીફા વર્લ્ડ કપ

Police-Story

1 comment

Archie4934 May 22, 2026 at 4:43 pm Reply

Leave a Comment