34 C
Ahmedabad
October 2, 2026
International

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું

Spread the love

ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું

પાકિસ્તાનમાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે દેશમાં હવે માત્ર એક અઠવાડિયું ચાલે તેટલો જ કાચા ઓઈલનો જથ્થો બચ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ –– દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે.અહેવાલો અનુસાર, બુધવારે આપેલા એક નિવેદનમાં શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. યુદ્ધના કારણે દેશના ઓઈલ ખર્ચમાં ધરખમ વધારો થયો છે. યુદ્ધ પહેલા, પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે ૩૦ કરોડ યુએસ ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને ૮૦ કરોડ યુએસ ડોલર થઈ ગઈ છે.પાકિસ્તાનમાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે દેશમાં હવે માત્ર એક અઠવાડિયું ચાલે તેટલો જ કાચા ઓઈલનો જથ્થો બચ્યો છે. ઉર્જા અને નાણા મંત્રાલયના અહેવાલ મુજબ, દેશ પાસે માત્ર ૫ થી ૭ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે ઓઈલનો વપરાશ ઘટાડવા લોકોને ‘વર્ક ળોમ હોમ‘ની સલાહ અપાઈ છે. ખર્ચ ઘટાડવા સરકારી અધિકારીઓ અને મંત્રીઓના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે.શાહબાઝ શરીફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આ યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે અત્યંત બેતાબ છે, કારણ કે યુદ્ધ ચાલુ રહેવું પાકિસ્તાન માટે આત્મઘાતી સાબિત થઈ રહ્યું છે. જોકે, અમેરિકા અને ઈરાન બંનેએ બીજા રાઉન્ડની વાતચીતનો ઇનકાર કરી દેતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. શરીફે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન એકલું આ સમસ્યાનું સમાધાન લાવી શકે તેમ નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સહયોગની જરૂર છે.

Related posts

યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે

Police-Story

ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલાં જ લેબેનૉન પર ઝીંક્યા બોમ્બ

Police-Story

ઝિમ્બાબ્વેમાં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી

Police-Story

Leave a Comment