34.2 C
Ahmedabad
October 2, 2026
International

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધના ભણકાર! ટ્રમ્પે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

Spread the love

અમેરિકાએ ઇઝરાયલને આશરે ૬,૫૦૦ ટન શસ્ત્રો મોકલ્યાં

આશરે ૪૦ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ બાદ અમેરિકા અને ઇઝરાયલે ઇરાનની લશ્કરી શક્તિને ગંભીર રીતે નબળી પાડી હોવાનો દાવો કર્યો હોવા છતાં, હવે ચિત્ર કંઈક અલગ દેખાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ મે ૨૦૨૬ — તહેરાન/ન્યૂ યોર્કઃ અમેરિકા અને ઈરાન ફરી યુદ્ધ માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે મધ્યપૂર્વની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ગતિવિધિને ખતમ કરવા માટે ઈરાને અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ ચોંકવનારી વાત એ છે કે, અમેરિકા દ્વારા તેનો નકારી દેવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનનો આ શાંતિ પ્રસ્તાવ પસંદ આવ્યો નથી. એટલે સ્થિતિ વધારે વિકટ બની શકે છે. કારણ કે, થોડા સમય પહેલા જ અમેરિકાએ ફરી ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે ઈરાન શાંતિ પ્રસ્તાવરમાં એવી માંગ કરી છે જેના પર અમેરિકા ક્યારેય સ્વીકાર કરી શકે તેમ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા તે આ પ્રસ્તાવને સંપૂર્ણ રીતે નકારી દેવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે, ઈરાને પ્રસ્તાવમાં વિગતે કોઈ વાત કરી નથી. આશરે ૪૦ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ બાદ અમેરિકા અને ઇઝરાયલે ઇરાનની લશ્કરી શક્તિને ગંભીર રીતે નબળી પાડી હોવાનો દાવો કર્યો હોવા છતાં, હવે ચિત્ર કંઈક અલગ દેખાય છે. હજી પણ બંને દેશો લડી લેવાની મૂડમાં લાગી રહ્યાં છે. અમેરિકાએ ફરી એકવાર શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતા અહેવાલો પ્રમાણે ઈરાન ફરી યુદ્ધ માટે તૈયારીઓ કરી રહ્યું છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓના કારણે જે હથિયાર ભંડાર દટાઈ ગયા હતા, તેને બહાર કાઢીને યુદ્ધ માટે સક્રિય કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો સામે યુનાઇટેડ સ્ટેટ્‌સે ઇઝરાયલને આશરે ૬,૫૦૦ ટન શસ્ત્રોનો નવો શિપમેન્ટ મોકલ્યો છે. એટલે કે બંને બાજુ ફરી મોટા હુમલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાની આશંકાએ તેહરાનમાં હવાઈ સંરક્ષણ સક્રિય કરી દેવામાં આવ્યું છે. પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ જો ધમકી ભર્યા નિવેદનો આપવાનું બંધ કરે તો શાંતિ માટે વિચાર થઈ શકે છે. પરંતુ અમેરિકા આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી એટલે આગામી સમયમાં ફરી યુદ્ધ થાય તો શંકા નહીં! અમેરિકા હવે અલગ રીતે હુમલાની તૈયારીઓ કરી રહ્યું છે. હવે જો હુમલો થશે તો તેમાં હાઈપરસોનિક મિસાઈલો અને ડાર્ક ઈગલનો ઉપયોગ કરવામાં આવી શકે છે. સામે ઈરાનની સૈના પર કોઈ પણ પ્રકારની હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ

Police-Story

૧૪૩૦ લોકોના મોત વચ્ચે વેનેઝુએલામાં ફરી ભૂકંપ

Police-Story

મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં, કુવૈત પર ઈરાન તરફથી મિસાઈલ-ડ્રોન એટેક

Police-Story

Leave a Comment