34.5 C
Ahmedabad
October 3, 2026
National

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, ૫૪ લોકોના મોત

Spread the love

૩૮ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ, તા.૧૪ મે ૨૦૨૬ — ઉત્તર પ્રદેશમાં આજે બુધવારે આવેલા ભીષણ વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે ભારે તબાહી મચી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઝાડ પડવા, દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને ટીન શેડ ઉડવા જેવી ઘટનાઓમાં અત્યાર સુધીમાં અંદાજે ૫૪ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યના ૩૮ જિલ્લાઓમાં વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવા અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર બનેલી ચક્રવાત સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવતા પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બુધવારે બપોર પછી શરૂ થયેલો હવામાનનો આ ફેરફાર સાંજ સુધીમાં મોટા વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.ેંઁના અનેક જિલ્લાઓમાં મોટી જાનહાનિ થઈ છે. ભદોહીમાં ૧૦, પ્રયાગરાજ મંડળમાં ૧૦, ફતેહપુરમાં ૮, ઉન્નાવમાં ૭, બદાયુમાં ૬, બરેલીમાં ૪, સીતાપુરમાં ૨ અને રાયબરેલીમાં ૧ મૃત્યુ નોંધાયું છે. આ સિવાય હરદોઈ, ઝાંસી, કાનપુર દેહાત, સંભલ, પ્રતાપગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. દહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાનું ઝાડ પડવાથી ૭૦ વર્ષીય ખેડૂત રામ આશ્રયનું મોત થયું હતું. જ્યારે આસીવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરીનું ઝાડ પડવાથી ૯ વર્ષના અંશનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર લખનઉ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે.

Related posts

ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ હવે મળી શકે છે કન્ફર્મ ટિકિટ

Police-Story

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે કાયદો બનશે

Police-Story

સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી

Police-Story

Leave a Comment