34.2 C
Ahmedabad
October 2, 2026
National

ઉત્તરમાં ફરવા માટે જવાનું આયોજન હોય તો રદ કરજો!

Spread the love

હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી

ઝારખંડ, બિહાર અને ઓડિશામાં ૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ મે ૨૦૨૬ — દેશના અનેક રાજ્યોમાં ગરમીની વચ્ચે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, બિહાર અને ઓડિશામાં ૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

૩ થી ૬ મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ૩ મેના રોજ જમ્મુ-કાશ્મીર, ૪ મેના રોજ હિમાચલ અને ૪-૫ મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં કરા પડી શકે છે. ૪ મેના રોજ રાજસ્થાનમાં ધૂળભરી આધી ચાલવાની ચેતવણી આપવામાં આવી છે.

પૂર્વોત્તર રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં ૨ થી ૪ મે દરમિયાન અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ૨ મેના રોજ આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

પંજાબ અને હરિયાણામાં ૨ થી ૬ મે દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. ૪ અને ૫ મેના રોજ પવનની ગતિ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૩ થી ૬ મે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૪ થી ૭ મે દરમિયાન વરસાદ અને વીજળીના કડાકા સાથે આધીનું એલર્ટ છે.

દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ૨ થી ૬ મે દરમિયાન છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. ૨ મેના રોજ લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા પાઠ ભણાવશે

Police-Story

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

Police-Story

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર

Police-Story

1 comment

Lauryn4666 May 4, 2026 at 12:48 am Reply

Leave a Comment