33 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ

Spread the love

ભારે કરી! UGVCLએ મોટો ગોટાળો

આંજણા રામાભાઈના ઘરનું બિલ આવ્યુ ૧ લાખ ૬ હજાર ૮૪૩ રૂપિયા : દર વખતે ૩૦૯ થી ૪૦૦ રૂપિયા બિલ આવતું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુર, તા.૨૯ મે ૨૦૨૬ — બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામેથી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

સામાન્ય રીતે જે મકાન બંધ રહેતું હોય અને જ્યાં વીજળીનો કોઈ વપરાશ જ ન થતો હોય, તેવા એક ઘરનું વીજ બિલ અચાનક લાખો રૂપિયામાં આવતા ગ્રાહકના હોશ ઊડી ગયા છે. વીજ કંપનીના આ આંધળા વહીવટ અને ટેકનિકલ છબરડાને કારણે સ્થાનિક ગ્રાહક ભારે ચિંતામાં મુકાયો છે.

ચિત્રાસણી ગામના વતની આંજણા રામાભાઈ આભાભાઈ વર્ષોથી પોતાના પરિવાર સાથે ખેતરમાં ઘર બનાવીને રહે છે. ગામમાં આવેલું તેમનું મૂળ મકાન લાંબા સમયથી બંધ પડ્યું છે અને ત્યાં વીજળીનો નહિવત વપરાશ થાય છે. આ કારણે દર વખતે તેમને નિયમિત રીતે માત્ર ૩૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનું જ વીજ બિલ આવતું હતું. પરંતુ આ વખતે જ્યારે રામાભાઈના મોબાઈલ ફોન પર UGVCL તરફથી બિલનો મેસેજ આવ્યો, ત્યારે તેમાં દર્શાવેલી રકમ જોઈને આખો પરિવાર ચોંકી ગયો હતો.

વપરાશ વિના જ તેમને રૂ. ૧,૦૬,૮૪૩ (એક લાખ છ હજાર આઠસો ત્રેતાલીસ) નું તોતિંગ બિલ ફટકારી દેવામાં આવ્યું હતું.
જ્યારે ગ્રાહકે આ આકાશી બિલ આવવાનું કારણ શોધવા પોતાના ઘરના વીજ મીટરની તપાસ કરી, ત્યારે ેંય્ફઝ્રન્ની ગંભીર બેદરકારી ખુલ્લી પડી હતી. ઘરના મીટરમાં માત્ર ૩,૧૦૦ યુનિટ જ નોંધાયેલા છે. પરંતુ વીજ કંપનીએ મોકલેલા બિલમાં આંકડો વધારીને સીધો ૧૭,૦૦૦ યુનિટ બતાવી દેવામાં આવ્યો છે. પીડિત ગ્રાહકે જણાવ્યું હતું કે દર મહિને માંડ ૩૦૦-૪૦૦ રૂપિયા બિલ આવતું હતું. આ વખતે સીધો એક લાખથી વધુનો મેસેજ આવ્યો એટલે અમે હેબતાઈ ગયા. ગામના ઘરમાં કોઈ રહેતું જ નથી, તો આટલો વપરાશ ક્યાંથી થાય?”

મોબાઈલમાં લાખો રૂપિયાના બિલનો મેસેજ આવ્યા બાદ ગ્રાહક માનસિક તણાવમાં આવી ગયા હતા. વીજ કંપનીના આ છબરડા અંગે આંજણા રામાભાઈએ તાત્કાલિક ઇકબાલગઢ UGVCL કચેરી ખાતે પહોંચીને લેખિત અને મૌખિક જાણ કરી છે.

Related posts

શ્રમિક પરિવારોને સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે

Police-Story

ઘરમાં પત્તા રમવા ગુનો નથી, જ્યાં સુધી તેમાં ‘નફાનું તત્ત્વ’ સાબિત ન થાય

Police-Story

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ

Police-Story

Leave a Comment