34 C
Ahmedabad
October 2, 2026
National

પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : કોંગ્રેસ

Spread the love

LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧ મે ૨૦૨૬ — દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે.

આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ૯૯૩ રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વધુમાં લખ્યું છે કે, ‘ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૩૮૦ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં કિંમત ૮૧ ટકા વધારાઈ છે. આ વધારાની અસર ચાની દુકાન, હોટલ, બેકરી અને મિઠાઈ સહિતની દુકાનો પર પડશે. આ જ કારણે સામાન્ય લોકોનું ભોજન મોંઘી થઈ જશે. ગેસ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.’ તેમણે કટાક્ષ કર્યો છે કે, પહેલા ગેસ પર સ્ટ્રાઇક કરવામાં આવી, હવે પેટ્રોલ-ડીઝલ પર સ્ટ્રાઈગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કે, દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત ૩૦૭૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ ૧ એપ્રિલના રોજ ૨૦૭૮.૫૦ રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.

ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળોએથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે.

કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.

Related posts

લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું

Police-Story

શેર બજારમાં મોટો ઘટાડો! સેન્સેક્સ ૫૧૬ પોઈન્ટ તૂટ્યો

Police-Story

કોંગ્રેસની મેલોની વાળી રમૂજ પર વિવાદ વધ્યો

Police-Story

1 comment

Carolina4447 May 2, 2026 at 7:22 pm Reply

Leave a Comment