33 C
Ahmedabad
October 2, 2026
International

બલૂચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો કરીને ટ્રેન ઉડાવી દેવાઈ

Spread the love

અનેક ડબ્બા ખડી પડ્યા, ૩૦ના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં ભારે અશાંતિવાળો માહોલઃ ટ્રેનને ટાર્ગેટ કરાઈજેમાં જાનમાલનું નુકસાન થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
બલૂચિસ્તાન, તા.૨૪ મે ૨૦૨૬ — પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભારે અશાંતિનો માહોલ છે. બલૂચો સતત શહબાજ શરીફને અલ્ટીમેટમ આપે છે. આ બધા વચ્ચે બલૂચિસ્તાનના ક્વેટા પ્રાંતથી એક મોટા સમાચાર આવ્યા છે. ક્વેટાના ચમન ફાટક વિસ્તારમાં ધડાકા બાદ એક ટ્રેનના અનેક ડબ્બા ખડી પડ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ ટ્રેન કેન્ટથી આવી રહી હતી. ઘટનાસ્થળે આગ અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ત્યારબાદ બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. બ્લાસ્ટના કારણે એક ડબ્બામાં આગ લાગી ગઈ. જેના કારણે ભારે નુકસાન થયું છે. ધડાકામાં ૩૦ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

રિપોર્ટ મુજબ બલૂચ લિબરેશન આર્મી (BLA)ના મજીદ બ્રિગેડના એક આત્મઘાતી હુમલાખોરે રવિવારે સવારે ક્વેટામાં ચમન ફાટક પાસે ક્વેટા કેન્ટથી સૈન્ય કર્મીઓને લઈને જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી એક ભીષણ ફિદાયીન હુમલો કર્યો. રેલવે ટ્રેક નજીક થયેલા આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ધડાકાના કારણે પેસેન્જર ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. જ્યારે ટ્રેનની આસપાસ આવેલા અનેક ઘરો અને વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ વિસ્તારની નાકાબંધી કરી લીધી છે અને ઘાયલોને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. અનેક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ કહેવાય છે.

બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જીયાંદ બલૂચે મીડિયાને જારી કરેલા નિવેદનમાં આ ફિદાયીન હુમલાની જવાબદારી લીધી છે.
પ્રાથમિક તપાસ મુજબ આ એક સુનિયોજિત હુમલો હતો. જેને ટ્રેનના પસાર થવાના સમયે અંજામ અપાયો. જેથી કરીને વધુમાં વધુ જાનમાલનું નુકસાન થઈ શકે. ઈમરજન્સી બચાવ ટુકડી, અને પોલીસ ફોર્સ ઘટનાસથળે રાહત કાર્ય ચલાવવાની સાથે સાથે વિસ્ફોટના સટીક કારણો અને આત્મઘાતી હુમલાખોરની તપાસમાં લાગ્યા છે.

Related posts

યુકેમાં રાજકીય ભૂકંપ! ૭૨ સાંસદોનો સ્ટાર્મર વિરુદ્ધ બળવો

Police-Story

ઈન્ડોનેશિયામાં ૨૭૧ લોકોથી ભરેલી બોટમાં આગઃ ૫ના મોત

Police-Story

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૪૫ દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું

Police-Story

Leave a Comment