34 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Spread the love

ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત

ભાજપે આઝાદી બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે, પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પ્રથમવાર ભાજપ તરફથી મુખ્યમંત્રી બનશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકત્તા, તા.૮ મે ૨૦૨૬ —  પશ્ચિમ બંગાળમાં આખરે ભારતીય જનતા પાર્ટીએ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. કોલકત્તામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં અધિકારીના નામની જાહેરાત કરવામાં આવી છે. ૯ મેએ સવારે ૧૧ કલાકે અધિકારી બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.અધિકારીના મંત્રીમંડળમાં કોણ સામેલ થશે હજુ તેના નામ સામે આવ્યા નથી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી. ચૂંટણીમાં ભાજપે ૨૦૭ સીટો કબજે કરી હતી. ભાજપે આઝાદી બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. હવે પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પ્રથમવાર ભાજપ તરફથી મુખ્યમંત્રી બનશે.

સુવેન્દુ અધિકારીએ લગ્ન કર્યા નથી. તેમનો જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૭૦ના પૂર્વી મેદિનીપુરના કાંથીમાં થયો હતો. તેમનો પરિવાર રાજનીતિ સાથે જોડાયેલો છે. તેમના પિતા શિશિર અધિકારી બંગાળની રાજનીતિમાં મોટું નામ હતા. અધિકારી પર તેમના પિતાનો પ્રભાવ પડ્યો છે.

તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત ૧૯૮૯મા કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનથી કરી હતી. તેઓ ૧૯૯૫મા તે સમયે ચર્ચામાં આવ્યા જ્યારે કાંથી નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૧૯૯૮મા જ્યારે ટીએમસીની શરૂઆત થઈ તો તેમાં જોડાયા હતા. ધીમે-ધીમે તેમણે રાજનીતિમાં પકડ બનાવી લીધી અને એટલા મજબૂત થઈ ગયા કે વર્ષ ૨૦૧૪મા જ્યારે મોદી લહેર હોવા છતાં પોતાની લોકસભા સીટ જીતી હતી. મમતા બેનર્જીએ તેમની ક્ષમતા પર ભરોસો કર્યો અને પરિવહન તથા સિંચાઈ જેવા મહત્વપૂર્ણ મંત્રાલય સોંપ્યા હતા.

૨૦૨૦મા સુવેન્દુ અધિકારીનો ટીએમસી મોહભંગ થઈ ગયો અને તેમણે ૨૦૨૦મા ટીએમસી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવી દીધા હતા. આ જીત બાદ પાર્ટીએ તેમને બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતાની જવાબદારી આપી હતી.

હવે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ અધિકકારીએ ૨ સીટો (નંદીગ્રામ અને ભવાનીપુર) થી ચૂંટણી લડી અને બંને પર જીત મેળવી છે. તેમણે ભવાનીપુર સીટથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપે નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવી દીધી છે. શુભેંદુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હાસિલ કરનાર અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં નોમિનેશન સમયે ચૂંટણી પંચને આપેલા પોતાના એફિવેડિટમાં નેટવર્થનો ખુલાસો કર્યો અને તેમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેમની કુલ નેટવર્થ ૮૫.૮૭ લાખ રૂપિયા છે. જ્યારે તેમના પર કોઈ દેવું નથી.

ચૂંટણી પહેલા અધિકારીની પાસે ૧૨૦૦૦ રૂપિયા રોકડા અને બેંક ખાતામાં આશરે ૭ લાખ રૂપિયા જમા હોવાની જાણકારી આપી હતી. આ સિવાય અન્ય યોજનામાં તેમણે લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે પોસ્ટલ સેવિંગ એકાઉન્ટમાં ૬૦ હજાર રૂપિયા, કિસાન વિકાસ પત્રમાં ૨.૬૦ લાખ રૂપિયા જમા કર્યાં છે. આ સિવાય શેર અને બોન્ડ્‌સમાં આશરે ૧૪૦૦૦ રૂપિયા લગાવ્યા છે. અધિકારી પાસે છ એલઆઈસીની પોલીસી છે. તેમની પોલિસીમાં છ લાખ રૂપિયા જમા છે, જ્યારે અન્ય પાંચ પોલિસીમાં મળી કુલ ૭ લાખનું રોકાણ કર્યું છે. આ સિવાય તેમની પાસે કોઈ સોનું-ચાંદી કે કાર કે બાઇક નથી.

અધિકારીએ લગ્ન કર્યાં નથી. તેમના ભાઈ સૌમેંદુ અધિકારી પણ ભાજપમાં છે. જ્યારે અન્ય ભાઈ ટીએમસી તરફથી સાંસદ રહી ચૂક્યા છે. તેમના પિતા શિશિર અધિકારી પણ રાજનીતિમાં સક્રિય રહ્યાં છે. શિશિર અધિકારી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે.

Related posts

‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બ્લોક, સેન્સરશિપના આરોપ

Police-Story

Stock market ends mostly lower, while tech lifts Nasdaq

Police-Story

સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે

Police-Story

2 comments

Jessie2710 May 10, 2026 at 12:39 pm Reply
Cheryl2762 May 10, 2026 at 4:58 pm Reply

Leave a Comment