34.2 C
Ahmedabad
October 2, 2026
National

સરકારી કર્મચારીઓને પ્રમોશન માંગવાનો કોઈ અધિકાર નથી

Spread the love

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

કોર્ટે કહ્યું કે સરકારને પ્રશાસનિક સુધારાઓ માટે નિમણૂક પ્રક્રિયા અને સેવા નિયમોમાં ફેરફાર કરવાી પૂરી શક્તિ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ પાસે જૂના સેવા નિયમો હેઠળ પદોન્નતિ (પ્રમોશન) માંગવાનો કોઈ નિહિત (સહજ) અધીકાર હોતો નથી. ચુકાદામાં કોર્ટે કહ્યું કે જગ્યા જૂના સેવા નિયમો સમયે ખાલી પડી હતી તેના કારણે થઈને સરકારી કર્મચારીઓને એ આધાર પર પ્રમોશનનો હક મળતો નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સરકાર કઈ પણ ચરણમાં નવા સેવા નિયમ લાવીને પસંદગી અને પદોન્નતિની પદ્ધતિ અને પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે સક્ષમ છે, પણ શરત એ કે તે મનમાની રીતે ન હોય. જસ્ટિસ દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ ઓડિશા સરકારની અપીલ સ્વીકારતા આ ચુકાદો આપ્યો.

સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે કોઈ પણ કર્મચારી પાસે ન તો પ્રમોશન મેળવવાનો કોઈ સહજ અધિકાર હોય છે કે ન તો તેને પ્રમોશનની કોઈ કાયદેસર અપેક્ષા પ્રાપ્ત હોય છે. પીઠે સ્પષ્ટ કર્યું કે કર્મચારીનો ફક્ત પોતાની ઉમેદવારી પર વિચાર કરવો એ એકમાત્ર સીમિત અધિકાર હોય છે. જો કે પીઠે કહ્યું કે જો સરકાર, જે નિમણૂક અધિકારી છે, તે પોતાના વિવેકથી એ નિર્ણય કરે કે ખાલી જગ્યાઓને પ્રમોશન દ્વારા નહીં ભરવામાં આવે (ખાસ કરીને ત્યરે જ્યારે કેડરમાં ફેરફાર અને પદોનું પુર્નગઠન થયું હોય) તો તેને નિમણૂક કરવા માટે બાધ્ય કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી વર્તમાન મામલાનો સવાલ છે તો તેમાં સહાયક ક્ષેત્રીય પરિવહન અધિકારીનું પદ પસંદગીવાળું પદ હતું, પ્રમોશનવાળું નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે નિમણૂકની રીત એક નીતિગત મામલો છે, જે સંપૂર્ણ રીતે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પીઠે કહ્યું કે જો સરકારને નિમણૂકની રીત બદલવી યોગ્ય લાગે તો તે તેમના અધિકાર, સત્તા અને ક્ષમતાના દાયરામાં હતું. જ્યાં સુધી આ બદલેલી નીતિ મનમાની સાબિત ન થાય ત્યાં સુધી કર્મચારી તે પદ પર દાવો કરી શકે નહીં. અત્રે જણાવવાનું કે આ કેસ ઓડિશા પરિવહન વિભાગમાં કર્મચારીઓના પ્રમોશન સંબંધિત હતો. આ અગહાઉ ઓડિશા હાઈકોર્ટે રાજ્ય સરકારને જૂના નિયમો હેઠળ જ કર્મચારીઓના પ્રમોશન પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશને સંપૂર્ણ રીતે રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો સરકાર પદોના પુર્નગઠન બાદ પ્રશાસનિક દક્ષતા માટે નવી અને વધુ પ્રતિસ્પર્ધાવાળી પ્રક્રિયા અપનાવે તો તેને કોઈ પણ રીતે ખોટી ઠેરવી શકાય નહીં.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રાજધાનીઓમાં સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ રહેણાંક જગ્યાઓના વ્યવસાયિક ઉપયોગના દુરઉપયોગની તપાસ કરે અને રિપોર્ટ રજૂ કરે. આ નિર્દેશ ગેરકાયદેસર નિર્માણ અને જમીનના ઉપયોગ સંબંધિત નિયમોના ભંગના એક મામલામાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ અપાયા છે. પીઠે લોગનાથમ વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય કેસમાં આ નિર્દેશ આપ્યા. સુપ્રીમ કોર્ટે વિવિધ શહેરોમાં ભવન નિયમો અને જમીનના ઉપયોગના માપદંડોના કથિત ભંગના કેસનો પણ ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે રહેણાંક વિસ્તારોને વ્યવસાયિક ઝોનમાં બદલવાના કથિત પગલાંના નાગિરક અને પર્યાવરણ સંબંધિત પ્રભાવ હોઈ શકે છે.

Related posts

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય

Police-Story

ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ એલપીજી બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

Police-Story

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી

Police-Story

Leave a Comment