34.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

સરખેજના મકાનમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Spread the love

અમદાવાદ
શહેરના ફતેહવાડી વિસ્તારમાં આરસીસી રોડ પર આવેલા એક મકાનમાંથી બે બાળકોની માતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે આ રહસ્યમય મોત અંગે પોલીસ અને ફોરેન્સીક સાયન્સની અલગ અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે પોલીસે હાલ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે તપાસ કરી હતી.

સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં મહિલાનું રહસ્યમય રીતે મોત નિપજ્યું હતું તેની લાશ મળતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાની માતાનો દાવો છે કે, તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે અને આ ઘટનાને અંજામ પૂર્વ પતિએ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે પોલીસે પરિવારના આક્ષેપો અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

એક તરફ માતા પોતાની દીકરીની હત્યા માટે ન્યાયની માંગણી કરી રહી છે, ત્યારે બીજી તરફ બે માસૂમ બાળકો ઉપરથી તેમની માતાનો સાયો છીનવાઈ ગયો છે. આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં મૂકી દીધો છે. ત્યારે આસપાસના લોકોમાં પણ આ રહસ્યમય મોત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવા સાથેની તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે, જેથી મોતનું સાચું કારણ સુધી પહોચી શકાય .પોલીસે શંકાસ્પદ એકથી બે વ્યક્તિઓની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હોવાનું પોલીસે સુત્રોએ જણાવ્યું હતું. જોકે રહસ્યમય મોત હોવાથી શહેર ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ છે. હાલ સમગ્ર મામલે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મહિલાનું મોતનું કારણ સ્પષ્ટ થશે.

Related posts

૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

Police-Story

Nikkei gains after 4-day losing run, exporter shares bounce

Police-Story

મહિધરપુરામાં નશાનો કારોબાર, MD ડ્રગ્સ બે પેડલર ઝડપાયા

Police-Story