34.3 C
Ahmedabad
October 2, 2026
National

સ્પાઈસજેટ ૧ જૂનથી તમામ ૧૨ ફ્લાઈટો બંધ કરશે!

Spread the love

ગુજરાતના મુસાફરોને મોટો ઝટકો

ગંભીર નાણાકીય કટોકટી અને કાનૂની વિવાદોનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઇન્સે મોટો નિર્ણય લીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — વેકેશનની સીઝનમાં પ્રવાસનું આયોજન કરી રહેલા ગુજરાતના હવાઈ મુસાફરો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારે આર્થિક સંકટ અને કાનૂની વિવાદોમાં ઘેરાયેલી બજેટ એરલાઇન સ્પાઈસજેટ આગામી ૧ જૂનથી ગુજરાતમાંથી તેનું ઓપરેશન સમેટી લેવા જઈ રહી છે. કંપનીએ ગુજરાતના ત્રણ મુખ્ય શહેરોમાંથી ઓપરેટ થતી તમામ ૧૨ ફ્લાઈટો બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

સ્પાઈસજેટના આ અચાનક નિર્ણયથી ગુજરાતના ત્રણ મહત્વના સ્ટેશનોને સીધી અસર થશે, જેમાં અમદાવાદ, કંડલા અને ભાવનગર આ ત્રણેય સ્ટેશનો પરથી ઓપરેટ થતી તમામ ૧૨ ફ્લાઈટો આગામી ૧ જૂનથી કાયમ માટે બંધ થઈ જશે.
એરલાઇન્સે માત્ર જાહેરાત જ નથી કરી, પરંતુ તેની ઓફિશિયલ બુકિંગ સિસ્ટમ અને વેબસાઈટ પરથી પણ આ રૂટ્‌સને સંપૂર્ણપણે હટાવી દીધા છે. આ આકસ્મિક નિર્ણયના કારણે એવા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે જેમણે આગામી દિવસો માટે એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું હતું. હવે આ મુસાફરો સામે રિફંડ મેળવવાનો અને છેલ્લી ઘડીએ અન્ય એરલાઇન્સમાં મોંઘી ટિકિટ ખરીદવાનો મોટો પડકાર ઊભો થયો છે. વેકેશનના સમયે ફ્લાઈટો બંધ થવાને કારણે બિઝનેસ ટૂર અને ફેમિલી ટ્રિપનું પ્લાનિંગ ખોરવાઈ ગયું છે. છેલ્લી ઘડીએ અન્ય એરલાઇન્સના ભાડા આસમાને હોવાથી ખિસ્સા પર ભારે બોજ પડશે.”

સ્પાઈસજેટ લાંબા સમયથી ગંભીર નાણાકીય કટોકટી અને વિવિધ કાનૂની વિવાદોનો સામનો કરી રહી છે. વિમાનોના ભાડા ન ચૂકવવા, સ્પેરપાર્ટ્‌સની અછત અને લેણદારોના દબાણને કારણે કંપનીની આર્થિક સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ છે. આ જ કારણ છે કે કંપનીએ ખર્ચ ઘટાડવા અને ગ્રાઉન્ડ થયેલા વિમાનોને કારણે પોતાના ઓપરેશન્સ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે, જેનો ભોગ હવે ગુજરાતના મુસાફરોએ બનવું પડ્યું છે. જો તમે પણ ૧ જૂન કે ત્યારપછીની સ્પાઈસજેટની ટિકિટ બુક કરાવી હોય, તો તુરંત જ એરલાઇન્સનો સંપર્ક કરી રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિગતો મેળવી લેવી હિતાવહ છે. ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્ર માટે આ એક મોટો ફટકો છે અને આનાથી અન્ય એરલાઇન્સના ભાડામાં વધારો થવાની પણ આશંકા સેવાઈ રહી છે.

Related posts

ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે

Police-Story

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Police-Story

PMOએ રામ મંદિરના દાનનો હિસાબ માગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપી ઈનકાર કરી દીધો

Police-Story

Leave a Comment