29 C
Ahmedabad
May 11, 2026
GujaratPolitics

અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ

અમદાવાદના મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ ખાતે યોજાનાર મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ પણ રહેશે જેનાથી આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી પર નજર રાખવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ — રાજ્યની ૧૫ મહાનગરપાલિકાaઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન થયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. હવે આવતીકાલે એટલે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ ૨૮મીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના ૨૧ વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ સ્તરે એસઆરપીના જવાનો, બીજા સ્તરે સ્થાનિક પોલીસ અને ત્રીજા સ્તરે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત રહેશે. કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિને સેન્ટરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને જોતા, સમગ્ર મતગણતરી સેન્ટર પર નજર રાખવા માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી સીસીટીવી કેમેરા દ્વારા દરેક હલચલ પર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં જોઈન્ટ સીપી (ત્નઝ્રઁ), ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અંદાજે ૬૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે.

આ અંગે ડીસીપી ઝોન ૭, શિવમ વર્માએ જણાવ્યું છે કે, આવતીકાલે ગુજરાત કોલેજમાં ૨૧ વોર્ડની મતગણતરી છે. અહીંયા ઇલેક્શન કમિશ્નરની ગાઈડ લાઈન પ્રમાણે ત્રણ લેયરમાં સિક્યોરિટી ગોઠવાયેલી છે. જીઇઁ, લોકલ પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બંદોબસ્તમાં હાજર છે. કાલે સવારથી મતગણતરીમાં પૂર્ણ તૈયારીઓ છે. મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ પણ રહેશે જેથી આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી પર નજર રાખવામાં આવશે. બંદોબસ્તની તમામ લેયર પર સુરક્ષા હેતુ માટે બોડી સ્કેનર લગાવેલ રાખેલા છે. જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઇથી સ્તરના ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે
આપને જણાવીએ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૩૫ ટકા મતદાન થયું હતું, જે ગત ચૂંટણી કરતા ૩.૮૪ ટકા જેટલું વધુ છે. મતદાનની ટકાવારીમાં તોતિંગ વધારો થયો હતો. પરંતુ મત આપનારા મતદારોની સંખ્યા ગત ચૂંટણી કરતા ઓછી થઈ હોવાનું જાણવા મળે છે.

રાજ્યની અંદાજે ૧૦ હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (ઈફસ્) મશીનોમાં કેદ થઈ ગયું હતું. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર ૨૮ એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.

Related posts

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Police-Story

મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

Police-Story

પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું

Police-Story

Leave a Comment