34.3 C
Ahmedabad
October 2, 2026
International

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકોઃ ૧૦% ગ્લોબલ ટેરિફ રદ

Spread the love

કોર્ટે ૫ દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો પરના ટેરિફ હાલમાં ચાલુ રહેશે કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટના આ દાયરામાં આવતા નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૮ મે ૨૦૨૬ — ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા તાજેતરના ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૭૦ના દાયકાના વેપાર કાયદાનો ઉપયોગ કરીને આટલા વ્યાપક ટેક્સ લાદવા ઉચિત નથી.ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે ‘ટ્રેડ એક્ટ ૧૯૭૪’ ની કલમ ૧૨૨ નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા. આ કલમ હેઠળ માત્ર ‘પેમેન્ટ ડેફિસિટ’ (ચુકવણી સંતુલન ખાધ) અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડા જેવી કટોકટીમાં જ ૧૫૦ દિવસ માટે શુલ્ક લાદવાની મંજૂરી મળે છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ૨-૧ ની બહુમતીથી ચુકાદો આપ્યો કે પ્રમુખએ આ દાયકાઓ જૂના કાયદાનો ખોટો ઉપયોગ કર્યો છે. અમેરિકા હાલમાં કોઈ પેમેન્ટ સંકટનો સામનો કરી રહ્યું નથી, તેથી આ પગલું ગેરકાનૂની છે.કોર્ટે આ મામલે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે જે પક્ષકારોએ આ ટેરિફને પડકાર્યો હતો, તેમને આગામી ૫ દિવસની અંદર વસૂલવામાં આવેલા ટેક્સના નાણાં પરત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ૨૪ રાજ્યો અને અનેક નાના ઉદ્યોગ સાહસિકોએ આ ટેક્સ સામે મોરચો માંડ્યો હતો. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો પરના ટેરિફ હાલમાં ચાલુ રહેશે કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટના આ ડાયરામાં આવતા નથી.ટ્રમ્પ પ્રશાસને આ ટેરિફનો બચાવ કરતા વાર્ષિક ૧.૨ ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો હવાલો આપ્યો હતો. હવે એવી શક્યતા છે કે અમેરિકન ન્યાય વિભાગ આ ચુકાદાને ‘યુએસ કોર્ટ ઓફ અપીલ્સ’ માં પડકારશે. અગાઉ પણ અપીલ કોર્ટે ટેરિફ વિવાદમાં ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ઈરાન સાથેની યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ આર્થિક નિર્ણય ટ્રમ્પ માટે મોટી નબળાઈ સાબિત થઈ શકે છે.

Related posts

ભારતીય ચલણ રૂપીયાને મજબૂત કરશે રશિયા

Police-Story

ઈરાને યુએઈ પર બે મિસાઈલ છોડી, નાગરિકોને આપી ચેતવણી

Police-Story

Fading trade fears support European shares; earnings in focus

Police-Story

1 comment

Jesus1494 May 10, 2026 at 4:17 am Reply

Leave a Comment