34.2 C
Ahmedabad
October 2, 2026
International

એર શોમાં કરતબ દેખાડતા ૨ ફાઈટર વિમાનો અથડાયા

Spread the love

અમેરિકામાં મોટી દુર્ઘટના

હવામાં કરતબ દેખાડતા બે ફાઈટર વિમાનો અચાનક નજીક આવી ગયા અને અથડાયા : પાઈલોટ્‌સ સુરક્ષિત

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૮ મે ૨૦૨૬ — ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવ વચ્ચે અમેરિકાના ઈદાહો રાજ્યમાં માઉન્ટેન હોમ એર ફોર્સ બેસ પર રવિવારે આયોજિત કરાયેલા એક એર શોમાં મોટી દુર્ઘટના ઘટી. અહીં અમેરિકી વાયુસેના/નેવીના ઉપયોગમાં લેવાતા બે ફાઈટર જેટ્‌સ હવામાં એકબીજા સાથે અથડાયા. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨.૩૦ કલાકે ઘટી. બે ફાઈટર જેટ્‌સ હવામાં કરતબ દેખાડતા હતા. અચાનક બંને પ્લેન એક બીજાની સમે આવી ગયા અને અથડાયા. ત્યારબાદ પૂરપાટ ઝડપે જમીન પર જઈ તૂટી પડ્યા.

આવી ભયંકર દુર્ઘટના છતાં રાહતના સમાચાર એ રહ્યા કે બંને પ્લેનમાં સવાર ચાર પાઈલોટ્‌સ સમયસર ઈજેક્ટ થવામાં સફળ રહ્યા. જેના કારણે તેમના જીવ બચી ગયા. આ અકસ્માત બાદ આખા એરબેસને લોકડાઉનમાં નાખી દેવાયું.

રિપોર્ટ્‌સ મુજબ આ ઘટના ગનફાઈટર સ્કાઈઝ એર શો દરમિયાન ઘટી. અથડામણમાં સામેલ બંને વિમાનો EA-18G ગ્રાઉલર ફાઈટર જેટ્‌સ હતા. આ બંને જેટ એરબેસથી લગભગ બે માઈલ દૂર ક્રેશ થયા. અકસ્માત બાદ ક્રેશ સાઈટથી કાળા ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. અકસ્માતની જાણ થતા જ ઈમરજન્સી ક્રૂ તરત ઘટનાસ્થળે પહોંચ્યા અને પાણી નાખીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને વિમાન હવામાં અથડાયા અને પછી તૂટીને ટુકડામાં ફેરવાઈ ગયા. ગણતરીની પળોમાં ચાર પેરાશૂટ જમીન પર ઉતરતા પણ જોવા મળ્યા. ત્યરાબાદ અમેરિકી નેવીએ પણ પુષ્ટિ કરી કે માઉન્ટેન હોમ એર ફોર્સ બેસ પાસે એર શો દરમિયાન બે મિલેટ્રી જેટ્‌સ હવામાં અથડાયા પરંતુ આ ઘટનામાં ચારેય ક્રૂ સભ્યોના જીવ બચી ગયા. માઉન્ટેન હોમ એરફોર્સ બેસના અધિકારીઓએ જણાવ્યું કે આખી ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ અકસ્માત બાદ રવિવારના શેડ્યૂલ કાર્યક્રમોને પણ રદ કરાયા છે.
રિપોર્ટ મુજબ ગનફાઈટર સ્કાઈઝ એર શો આઠ વર્ષ બાદ ઈદાહો રાજ્યમાં યોજાયો હતો. આયોજકોએ આ કાર્યક્રમની તૈયારીમાં લગભગ બે વર્ષનો સમય કાઢ્યો હતો. આખું અઠવાડિયું સુરક્ષા ટીમો અને મેન્ટેનન્સ ક્રૂ બેસ પર તૈનાત રહ્યા હતા. આ કાર્યક્રમને જોવા માટે હજારો લોકો ભેગા થયા હતા. જેમાં મિલેટ્રી એરક્રાફ્ટ્‌સે શાનદાર ડિસ્પ્લે અને એરિયલ ડેમોન્સ્ટ્રેશન દેખાડ્યું હતું.

ક્રૂ સભ્યોના જીવ બચી ગયા એ રાહતના સમાચાર છે પરંતુ બે આધુનિક ફાઈટર વિમાનો આ રીતે હવામાં અથડાયા કઈ રીતે એ મોટો સવાલ ઊભો થયો છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતના અસલ કારણો જાણી શકાશે. હાલ બેસ પર સુરક્ષા વધારવામાં આવી છે. આ સાથે જ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ઉડાણોને સંચાલિત કરવા પર રોક લગાવવામાં આવી છે.

Related posts

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ

Police-Story

અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે મુંબઈ, હૈદરાબાદમાં ૯.૫ મહિનાનું વેઈટિંગ

Police-Story

જર્મનીમાં હાઈ-એલર્ટઃ સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૫ લોકોના મોત

Police-Story

Leave a Comment