34.2 C
Ahmedabad
October 2, 2026
International

ચીનમાં ૫.૨ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ૨ લોકોના મોત

Spread the love

અનેક ઈમારતો ધરાશાયી, ૭૦૦૦ લોકોનું સ્થળાંતર

ચીમાં આવેલા તીવ્ર આંચકાના કારણે લોકો મોડી રાત્રે જ પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજીંગ, તા.૧૮ મે ૨૦૨૬ — ચીનના દક્ષિણ ભાગમાં આવેલા Guangxi સ્વાયત્ત પ્રદેશમાં સોમવારની વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ૨ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તીવ્ર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો મોડી રાત્રે જ પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટીવી ચેનલ સીસીટીવીના અહેવાલો અનુસાર, સોમવારે રાત્રે ૧૨.૨૧ વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. આ આંચકો લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર ૮ કિલોમીટરની ઊંડાઈએ હતું. કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ઘણું નજીક હોવાને કારણે આંચકા અત્યંત તીવ્ર અને વિનાશક અનુભવાયા હતા.

ભૂકંપ એટલો જોરદાર હતો કે પળવારમાં જ ૧૩ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય અનેક ઘરો અને અન્ય રહેણાંક ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક એક્શન લીધા હતા. સંભવિત જોખમને ટાળવા માટે અત્યાર સુધીમાં ૭૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અસરગ્રસ્તો માટે અસ્થાયી રાહત શિબિરો શરૂ કરીને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ સતત કાર્યરત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સ્થિતિ ભય બહાર હોવાનું કહેવાય છે. જ્યારે ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ ભૂકંપની અસર માત્ર લિઉઝોઉ પૂરતી સીમિત નહોતી, પરંતુ ગુઆંગ્શી પ્રદેશના અન્ય મોટા શહેરો જેમ કે નાનિંગ અને ગુઇલિનમાં પણ લોકોએ જોરદાર આંચકા અનુભવ્યા હતા.

રેલ્વે સત્તાવાળાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ રેલ લાઇનોની સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેનના પાટાઓને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી હોવાથી કેટલીક ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ શકે છે, જેના કારણે મુસાફરોને વિલંબનો સામનો કરવો પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે વિસ્તારમાં વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન (મોબાઇલ-ઇન્ટરનેટ) જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે સામાન્ય રીતે કામ કરી રહી છે. ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આગામી સમયમાં આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના હળવા આંચકા) આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ વધારી દીધું છે અને લોકોને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી છે.

Related posts

હોર્મુઝમાં ફરી વખત ઓઈલ ટેન્કર પર મિસાઇલ હુમલો

Police-Story

કેટલો ખતરનાક છે ઇબોલા વાયરસ, જેનાથી કોંગોમાં ૮૦ લોકોના મોત

Police-Story

ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટનાઃ ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું

Police-Story

4 comments

Paul2927 May 18, 2026 at 11:39 pm Reply
Leslie2583 May 20, 2026 at 10:16 am Reply
Lance3924 May 20, 2026 at 11:25 am Reply
Hilda3849 May 20, 2026 at 11:31 am Reply

Leave a Comment