34.2 C
Ahmedabad
October 2, 2026
National

ચૂંટણીમાં હાર્યા બાદ વકીલ બની ગયા મમતા બેનર્જી?

Spread the love

કાળો કોટ પહેરીને કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યાં

મમતાએ ચૂંટણી પછી રાજ્યમાં થયેલી હિંસા અંગેની જનહિત અરજી મુદ્દે પોતાની પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૪ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જી આજે (૧૪ મે, ગુરુવારે) એક અલગ જ અંદાજમાં જોવા મળ્યાં હતાં. તેઓ વકીલની જેમ કપડાં પહેરીને પોતે કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસા સંબંધિત એક જનહિત અરજી સાથે જોડાયેલા મામલે આ પગલું ભર્યું હતું છે, જેમાં તેમણે હાઈકોર્ટમાં પોતાની પાર્ટીનું પક્ષ રજૂ કર્યું હતું. હકીકતમાં, પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી પછી સમગ્ર રાજ્યમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી.

આ મામલે TMC નેતા કલ્યાણ બેનર્જીના પુત્ર શિર્ષાણ્ય બંદોપાધ્યાયે કોલકાતા હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. આ અરજીમાં શિર્ષાણ્યે અનેક વિસ્તારોમાં પાર્ટી ઓફિસ, કાર્યકરો પર હુમલાઓ અને તેમના સ્થળાંતરનો આરોપ લગાવ્યો છે. આ કેસ મુખ્ય ન્યાયમૂર્તિ HC સુજોય પૉલની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ સામે સુનાવણી માટે નોંધાયો હતો. જે પછી આ મુદ્દે પોતાનું પક્ષ મૂકવા માટે મમતા બેનર્જી પોતે કોર્ટમાં હાજર રહ્યાં હતાં.

આ મુદ્દે TMCએ એક્સ પર પણ એક વીડિયો શેર કર્યો છે, જેમાં મમતા બેનર્જી વકીલની ડ્રેસમાં જોવા મળે છે. ્‌સ્ઝ્રએ મમતા બેનર્જીના કોર્ટ જવાના સમયનો એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, “અમારા અધ્યક્ષ મમતા બેનર્જી આજે પોતે કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યાં, જેથી ભાજપ દ્વારા બંગાળમાં ચૂંટણી પછી ફેલાવાયેલી વ્યાપક હિંસા મામલે પોતાનો પક્ષ રજૂ કરી શકે.” નોંધનીય છે કે, મમતા બેનર્જી હકીકતમાં એક સત્તાવાર વકીલ છે. તેમણે ૧૯૮૨માં કોલકાતાની જોગેશ ચંદ્ર ચૌધરી કોલેજ ઓફ લોમાંથી LLB ડિગ્રી મેળવી હતી.

જણાવી દઈએ કે તાજેતરમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૦૭ સીટો સાથે બે તૃતીયાંશથી વધુ બહુમતી મળી છે, આ સાથે ભાજપે આ રાજ્યમાં પહેલીવાર સત્તા મેળવી છે, જ્યારે છેલ્લા ૧૫ વર્ષથી બંગાળની સત્તા પર રહેલાં મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં TMC માત્ર ૮૦ સીટો પર સીમિત રહી છે અને મમતા બેનર્જી પોતે પણ ભવાનીપુરથી પોતાની સીટ હારી ગયાં છે.

Related posts

ભાજપ છોડતા જ દિગ્ગજ નેતા અન્નામલાઈને ૧૦ લાખ લોકોનું સમર્થન

Police-Story

રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, હવે ચૂંટણી નહીં લડું

Police-Story

ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ હવે મળી શકે છે કન્ફર્મ ટિકિટ

Police-Story

1 comment

Darby3843 May 15, 2026 at 9:02 am Reply

Leave a Comment